________________
[૦૫]
ધર્મરાજ
કમલપુર નગરના મહારાજા કમલસેન એક વાર રાજસભામાં બેઠા હતા, ત્યાં કોઈ એક પ્રખર નિમિત્તવેત્તાએ આવીને ભારે હૈયે જણાવ્યું કે “મહારાજ! ઉપરાઉપરી બાર વર્ષનો દુકાળ પડશે.” આ સાંભળી સહુ ચિંતિત થયા. નિમિત્તિયા પાસે જ્ઞાન હતું પણ ઉપાય તો હતો નહીં. તેના ગયા પછી પણ રાજા-પ્રજા નિત્ય ચિંતાતુર રહેવા લાગ્યાં. સમય વહેતાં વહેતાં અષાઢ મહિનો આવ્યો અને જોરદાર વરસાદ થયો.
સમયે સમયે વરસાદ પડવાથી લોકોમાં આનંદ અને ઉત્સાહનો પાર ન રહ્યો. ભય અને ચિંતાની જગ્યાએ આનંદ અને ઉમંગ વ્યાપ્યા. લોકો નિમિત્તવેત્તાની મશ્કરી કરવા લાગ્યાં.
કેટલોક સમય વીત્યા પછી ત્યાં યુગંધર નામના પ્રતાપી ગુરુમહારાજ પધાર્યા. તેઓ ચાર જ્ઞાનના ધારક પરમ તેજસ્વી મુનિરાજ હતા. રાજાપ્રજા સર્વ તેમને નમસ્કાર કરવામાં ગૌરવ માનતાં અને તેમનો ઉપદેશ સાંભળતાં. એક દિવસ વ્યાખ્યાન પૂરું થતાં રાજાએ મુનિરાજને પૂછ્યું, “કૃપાલ! અમારા ગામના નિમિત્તવેત્તાનું કથન કદી ખોટું પડતું નથી, તો તે આ વખતે કેમ ખોટું પડ્યું?”
જ્ઞાની ગુરુમહારાજે કહ્યું, “રાજન! પુરિમતાલ નગરમાં કોઈ પ્રવરદેવ નામનો ગૃહસ્થ રહેતો હતો. કોઈ પાપના ઉદયે તેનો પરિવાર નષ્ટભ્રષ્ટ થઈ ગયો. કોઈ ક્યાં ને કોઈ ક્યાં! જેવી દરિદ્રતા એક તરફ, તેવી લોલુપતા બીજી તરફ! તેમાં પાછું વિરતિ અર્થાત્ વ્રત પચ્ચકખાણનું નામેય નહીં.
જ્યાં જાય ત્યાં અનાદર પામે. જે તે ખાધા કરતો હોવાથી તેને કોઢનો રોગ થયો. પ્રવરદેવ બધેથી કંટાળી છેવટે ધર્મને માર્ગે વળ્યો. ધર્મ કોઈને ઠુકરાવતો નથી, સહુને આવકારે છે ને બધા પ્રશ્નોનો ઉત્તર આપે છે. કોઈ જ્ઞાની મુનિને તેણે પૂછ્યું કે, “હું તો ઘણો સ્વસ્થ હતો. મને આ રોગ શાથી થયો? જોતજોતામાં મારી આ દશા કેમ થઈ?” ગુરુમહારાજે કહ્યું, “વત્સ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org