________________
જૈન શાસનના ચમકતા સિતારા • ર૫૯
મૃગસુંદરીને ઘણું સમજાવી પણ તેણે રાત્રે જમવાની સાફ ના પાડી. તેની પછવાડે મોઢાં ચડાવી તેનાં પતિ-દિયર-સસરો-સાસુ બધાંય જમ્યા વિના રહ્યાં. છેવટે નારાજ થઈને ઘરનાં માણસો જમવા બેઠાં. જમ્યા પછી એ બધાં સૂતા તે સૂતા, ઊડ્યા જ નહીં, મૃત્યુ પામ્યા. સવારના હાહાકાર થઈ ગયો. મૃત્યુનું કારણ તપાસતાં રાંધવાના પાત્રમાંથી વિષધર સાપ મરી ગયેલો મળ્યો. અંતે ઉકેલ મળ્યો કે ઉપરના ભાગમાં ક્યાંક સર્પ બેઠો હશે તે ધૂમાડાથી અકળાઈ આ તપેલામાં પડી બફાઈ ગયો હશે અને તેનું વિષ ખાદ્યાન્નમાં ભળી જવાથી ખાનાર બધાં મૃત્યુ પામ્યાં.
મૃગસુંદરીના સસરા પક્ષનાં બધાં માણસોને હવે સમજાયું કે ધર્મ શું છે ને મૃગા શું છે? બધાએ ભેગા થઈ મૃગસુંદરીની ક્ષમા માંગી.
મૃગસુંદરીએ કહ્યું, “ચૂલા ઉપર ચંદરવો બાંધવામાં મારો આ જ આશય હતો. હું રાત્રે જમતી નથી તે પણ આવા કારણે જ. ધર્મ આપણને જીવનની દૃષ્ટિ ને જીવવાની કળા આપે છે, તેનું પ્રમાણ તમે પ્રત્યક્ષ જોયું. મારી સાથે જીદ અને રોષમાં તમે પણ રહ્યાં તો ધર્મના પક્ષમાં જ રહ્યાં ને પરિણામે બચી ગયાં. ધર્મ સદા આપણું રક્ષણ કરે છે.”
નાનકડી વહુની સમજણભરી વાતો સાંભળી બધાં બોધ પામ્યા ને ઘરે પાછા આવ્યા. ત્યારથી બધાં મૃગસુંદરીને સહુના પ્રાણ બચાવનારી માનવા લાગ્યાં ને કુળદેવીની જેમ આદર આપવા લાગ્યાં. અંતે મૃગસુંદરી અને ધનેશ્વર ધર્મ આરાધી સ્વર્ગે ગયા. ત્યાંથી એવી તમે રાજારાણી થયાં.
રાજા! તમે પૂર્વભવમાં સાત ચંદરવા બાળી નાખ્યો તેથી આ ભવમાં સાત વર્ષ સુધી કોઢનો રોગ રહ્યો.”
આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પુત્રને રાજ્ય સોંપી બન્નેએ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી અને અંતે સ્વર્ગે ગયાં. - આ કથાથી સમજાય છે કે, જે ધર્મનિષ્ઠ શ્રાવક, શ્રાવિકાઓ શયનસ્થાને, પાણીઆરા, અને રસોડા આદિ જગ્યામાં ચંદરવો બાંધે છે અને જીવદયાનું એ રીતે પાલન કરે છે તેઓ ઉત્તમ દેવલોક અને ઉત્તમ સંયોગ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org