________________
જૈન શાસનના સમકતા સિતારા ૦ ૩૭૨
પ્રમાણે ગુરુને વાંદીને બેઠો. પછી તે દૃઢરથે ગુરુને આર્યરક્ષિતની જાતિ, કુળ વગેરે કહીને વિશેષમાં એટલું કહ્યું કે, આ ચૌદ વિદ્યામાં પારગામી થયો છે અને તેને ગઈ કાલે રાજાએ હાથી પર બેસાડીને પુરપ્રવેશ કરાવ્યો છે.' પછી આર્યરક્ષિતે ગુરુને કહ્યું કે, હે ગુરુ! હું દૃષ્ટિવાદ ભણવા માટે આપ પૂજ્યના આશ્રયે આવ્યો છું. તે ભણાવીને આપ મારા પર કૃપા કરો.’ તે સાંભળી ગુરુએ કહ્યું કે, જો દૃષ્ટિવાદ શીખવું હોય તો તું દીક્ષા ગ્રહણ કર, જેથી અનુક્રમે તને દૃષ્ટિવાદનો અભ્યાસ કરાવી શકાય.' તે સાંભળીને આર્યરક્ષિતે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે ગુરુને કહ્યું કે, મારા અહીં રહેવાથી રાજા, સ્વજનો તથા ગામના લોકો રાગને લીધે બળાત્કારે મને ચારિત્ર્યથી ભ્રષ્ટ કરી લઈ જશે.' તે સાંભળીને ગુરુ પોતાના ગચ્છ સહિત આર્યરક્ષિતને લઈને અન્ય સ્થાને ગયા.
તેતલિપુત્ર ગુરુને જેટલું જ્ઞાન હતું તે સર્વ આર્યરક્ષિતે ગ્રહણ કર્યું. પછી ગુરુની આજ્ઞાથી, વધારે ભણવા માટે તે શ્રી વજસ્વામી પાસે જવા નીકળ્યા. માર્ગમાં કોઈ ગ્રામમાં શ્રીભદ્રગુપ્ત નામના સૂરિ હતા. તેમની પાસે જઈ આર્યરક્ષિતે વંદના કરી, સૂરિજી આર્યરક્ષિતને સર્વગુણયુક્ત જોઈને તેને * હર્ષથી આલિંગન આપીને બોલ્યા કે ‘હે વત્સ! મારું જીવન અલ્પ રહ્યું છે. તેથી હું અનશન કરવા ઇચ્છું છું.' માટે તું મારી પાટે બેસ એવી હું યાચના કરું છું.’ આર્યરક્ષિતે તેમનું વચન માન્ય રાખ્યું. પછી શ્રીભદ્રગુપ્તસૂરિએ અનશન લઈને આર્યરક્ષિતને કહ્યું : ‘હે વત્સ! તું વજ- સ્વામીની સાથે એક જ ઉપાશ્રયમાં રહીશ નહીં, પણ ભિન્ન સ્થળે રહીને તેમની પાસે શ્રુતનો અભ્યાસ કરજે; કેમ કે જે સોઘણા આયુષ્યવાળો જીવ વજસ્વામીની સાથે એક રાત્રિ પણ રહે તે વજસ્વામી સાથે મૃત્યુ પામે એમ છે.’
આ પ્રમાણેનું તેમનું વચન અંગીકાર કરી, તેમના મૃત્યુ પામ્યા બાદ આર્યરક્ષિતમુનિ વજ્રસ્વામીએ અલંકૃત કરેલી નગરીમાં આવ્યા. પ્રથમ રાત્રિ ગામની બહાર રહ્યા. તે રાત્રિએ પાછલા પહોરે વજસ્વામીને સ્વપ્ન આવ્યું કે તેમના પાત્રમાં રહેલું સર્વ દૂધ કોઈ અતિથિ પી ગયો.'
પ્રાતઃકાળે આર્યરક્ષિત મુનિ વજસ્વામી પાસે આવ્યા. તેમને વિધિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org