________________
[૧૬]
આર્ય રક્ષિતસૂરિ દશપુર નામના નગરમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની પત્ની હતી. તે બન્ને જૈનધર્મી હતાં. તેમને આર્યરક્ષિત અને ફશુરક્ષિત નામે બે પુત્રો હતા. તેમાં મોટો પુત્ર પાટલીપુત્ર જઈ સાંગોપાંગ વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના નગરમાં પાછો આવ્યો. તે વખતે રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેને હાથી પર બેસાડી નગરપ્રવેશ કરાવ્યો. નગરના લોકો તેનું આગમન જોવા મોટી સંખ્યામાં આવ્યા.
આર્યરક્ષિત ચારે બાજુ નજર ફેરવતો કંઈક શોધતો હતો. તેની નજરમાં ક્યાંય પોતાની મા ન દેખાઈ. તેને થયું, મારા સન્માનાર્થે આખું ગામ આવ્યું છે પણ મારી મા કેમ નથી આવી? આથી ઉતાવળો ઉતાવળો બધું છોડી તે પોતાના ઘરે આવ્યો. માં સામાયિકમાં બેઠી હતી.
સામાયિક પારી માએ આર્ય રક્ષિતને પૂછ્યું, “મજામાં છે ને?
આર્યરક્ષિતને આ આવકાર ઠંડો લાગ્યો. તેણે પૂછ્યું, “મા! કેમ નારાજ છે? સારું ગામ મારા આગમનથી પ્રસન્ન છે અને તું કેમ પ્રસન્ન નથી? મારી વિદ્યાથી તને આનંદ નથી થતો?”
માએ કહ્યું, “બેટા! તું ચૌદ વિદ્યાનું જ્ઞાન ભણીને આવ્યો છે પણ તે આત્મવિદ્યા પ્રાપ્ત નથી કરી. જો તું આત્મવિદ્યા અને દૃષ્ટિવાદનું જ્ઞાન શીખીને આવે તો મને અવશ્ય આનંદ થાય.”
મા! તે મને કોણ શીખવે? હું જરૂર ત્યાં જઈ શીખી આવીશ.' માતાએ કહ્યું, “તારા મામા તોસલિપુત્ર આચાર્ય તે તને શીખવી શકે.'
માતાનું વચન અંગીકાર કરી પ્રાત:કાળે માતાની રજા લઈ આર્યરક્ષિત મામા પાસે ભણવા ચાલ્યો ગયો.
આર્યરક્ષિત પોતે ગુરુને વંદનાદિક કરવાની વિધિથી અજ્ઞાન હતો તેથી તે દઢરથ નામના શ્રાવકને સાથે લઈને ગુરુ પાસે ગયો અને શ્રાવકની વિધિ
અરક્ષિતને પૂછવું, “માકેમ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org