________________
[૧૦]. ભરત ચક્રવર્તી અને ૯૮ ભાઈઓ
ભગવાન ઋષભદેવ પોતાના સો પુત્રોને વિશાળ સામ્રાજ્ય વહેંચી દઈ અણગાર બની ગયા. પાછળથી ભરત, જે સો ભાઈઓમાં જ્યેષ્ઠ હતો તેનું ચક્રવર્તી બનવાનું નિશ્ચિત હતું. એને માટે ૯૯ ભાઈઓ કે જેઓ સ્વતંત્ર રાજા હતા તેમને પોતાની આજ્ઞામાં લાવવાનું જરૂરી હતું. એ સિવાય ચક્રવર્તી બની શકાય તેમ ન હતું, તે ગમે તેવા સંજોગોમાં પણ ચક્રવર્તી બનવાને પ્રયત્નશીલ હતો.
તેણે ૯૮ ભાઈઓની પાસે રાજદૂતો મોકલી દીધા. દૂતોએ જઈને ભાઈઓને કહ્યું, “જો તમે નિર્ભયતાથી રાજ્ય કરવા ઇચ્છતા હો તો ભરત મહારાજાની સેવા કરો અને તેમની આજ્ઞામાં રહો.” આ કારણે બાહુબલી સિવાય ૯૮ ભાઈઓ એકત્ર થયા. ભરતના સંદેશા ઉપર વિચારવિમર્શ કર્યો અને દૂતોને સંદેશાનો પ્રત્યુત્તર આપતાં કહ્યું, “પિતાજીએ ભરતને અને અમને સૌને રાજ્ય વહેંચીને આપ્યું છે. હવે ભારતની સેવા કરવાથી તે અમને વધુ શું આપશે? શું એ મહાકાળના આક્રમણને રોકી શકશે? શું એ મનુષ્યના દેહને જર્જરિત કરી નાખનારી જરાને રોકી શકશે? એ શું પોતાની ઉત્તરોત્તર વધતી રાજ્યતૃષ્ણાનો નાશ કરી શકશે? જો તે આવું કશું કરી શકતો ન હોય તો પછી એ સેવ્ય અને અમે સેવકો કેવી રીતે બનીએ? એની પાસે વિશાળ રાજ્ય છે, વિપુલ સંપત્તિ છે, તોપણ એને સંતોષ નથી. જો અસંતોષથી એ બળપ્રયોગ કરીને અમારા રાજ્ય પડાવી લેવાનો પ્રયત્ન કરશે તો એને કહેજો કે અમે બધા એક જ પિતાના પુત્રો છીએ, અમે બધા એકત્ર થઈને એની સામે યુદ્ધ કરી શકીએ છીએ. પરંતુ તે દૂતો, અમે અમારા પિતાજીનો અભિપ્રાય જાણ્યા સિવાય તમારા માલિકની સામે અને અમારા જ્યેષ્ઠ ભાઈની સાથે યુદ્ધ કરવા ઇચ્છતા નથી.”
દૂતો ચાલ્યા ગયા. ૯૮ ભાઈઓ અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણમાં બિરાજિત ભગવાન ઋષભદેવની પાસે ગયા. મસ્તકે અંજલિ રચીને તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org