________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫૮
પરમેષ્ટીને ‘નમો અરિહંતાણ' આદિ મહામંત્રના સ્મરણપૂર્વક નમસ્કાર કરી સાચા ભાવથી ધ્યાન ધર. હું તારા માટે પાણી લેવા જાઉં છું.”
આવી શેઠની કલ્યાણભાવનાવાળી વાણી સાંભળી તેમનો આદર કરતાં બોલ્યો, “તમે તો ઘણા દયાળુ છો. શું ખરેખર મારાં પાપો આ નિયમ અને નમસ્કારથી નાશ પામશે?'' શેઠે કહ્યું : ‘એમાં શંકાને સ્થાન નથી.’
આ નવકારના સ્મરણથી મોટાંમાં મોટાં પાપો પણ નાશ પામે છે અને એને જપનાર માણસ તો શું પણ શ્રવણ-સ્મરણ કરનાર પશુ પણ સ્વર્ગ પામે છે ઇત્યાદિ કહી શેઠ જળ લેવા ઉપડ્યા. ચોર તો નવકારમાં લીન થતાં તેને પરમ શાંતિ અને સમાધિ મળી. ત્યાં જ આયુષ્ય પૂરું થતાં મૃત્યુ પામી પ્રથમ દેવલોકમાં દેવ થયો. સતસંગતિનાં ફળ સદા સારાં જ હોય છે. નગરની ગલીઓનું પાણી ગંગામાં ભળતાં દેવોથી પણ અધિક મહત્ત્વ પામે છે.
થોડી વારમાં શેઠ પાણી લઈને આવ્યા, પણ ચોર તો મરી ગયો હતો. પોતે રાજ વિરુદ્ધ કર્યું છે એટલે રાજદંડની શંકાથી બાજુના ચૈત્યમાં કાઉસગ્ગ ધ્યાને સ્થિર થયા.
આ તરફ શેઠની આ બધી હકીકત રાજાને જણાવી. ક્રોધે ભરાયેલા રાજવીએ તરત આજ્ઞા કરી કે સમજમાં ગાય જેવો અને કૃત્યમાં વાઘ જેવા આ વાણિયાને ચોરની જેમ નગરમાં ફેરવી શૂળી પર ચડાવી દો. રાજપુરુષોએ તરત શેઠ પાસે આવી રાજાજ્ઞા જણાવી. શેઠ તો ધ્યાનમાં લીન હતા, આથી તેઓ શેઠને શારીરિક દુઃખ આપી રહ્યા હતા ત્યારે, એ જ અવસરે દેવ બનેલા લોહખુરે અવધિજ્ઞાનથી શેઠની સ્થિતિ જોઈ વિચાર્યું કે ‘એક અક્ષર, અડધું પદ કે પદમાત્રનું જ્ઞાન આપનારને જે ભૂલી જાય છે તે ઘોર પાપી કહેવાય છે, તો પછી ધર્મ આપનાર ગુરુને ભૂલી જાય તે તો ઘોર પાપી કહેવાય જ.' એમ વિચારી તેણે દંડધારી પ્રતિહારીનો વેષ લીધો ને શેઠ પાસે આવી ઠંડો પછાડ્યો. તેથી સુભટો અચેત થઈ ગયા. ચારે તરફ નાસ ભાગ કરવા લાગ્યા. વાત રાજા સુધી પહોંચી. એક માથાભારે માણસ (પ્રતિહારી) સામે રાજા સૈન્ય લઈ આવ્યો. દેવે ગર્જના કરતાં કહ્યું, ઘણા બધા હાથી એક સિંહને પહોંચી શકતા નથી, મહત્ત્વ ટોળાનું નહીં, સત્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org