________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫૯
મહત્ત્વ છે. આ તમે સમજ્યા નથી એટલે જ સૈન્ય લઈ આવ્યા છો. એમ કહી માત્ર રાજા વિના આખાય સૈન્યને તેણે દેવમાયાથી અચેત - કરી નાખ્યું. પછી તેણે પોતાનું વિરાટ રૂપ ઉપજાવી આખા નગર જેટલી મોટી શિલા આકાશમાં ઊભી કરી. આથી જે જે ભાનમાં આવતા ગયા તેઓ બધા ભયભીત થયા. રાજા અને પ્રધાન આદિ સમજી ગયા કે આ કોઈ દેવ કોપ છે તેથી બે હાથ જોડી પ્રતિહારીને વિનવવા લાગ્યા કે “હે દેવ! અમારી ભૂલની ક્ષમા આપો.” દેવે કહ્યું, “મારા ધર્મગુરુ આ જિનદત્ત શેઠને વગર અપરાધે શા માટે દંડ કરવા તૈયાર થયા છો? હું લોહખુર ચોર છું પણ આ મહાનુભાવથી મને આ સમૃદ્ધિ મળી છે.” આમ પોતાની બધી બીના જણાવી.
આ સાંભળી રાજી થયેલા રાજાએ કહ્યું, “દેવતા! વ્યવહારમાં જણાવ્યું છે કે “કૃતજ્ઞ પુરુષો કદી ઉપકાર ભૂલતા નથી.” આ તો તમારો ઉપકારી મહાનુભાવ છે, તેનો ઉપકાર ન ભૂલાય એ સ્વાભાવિક છે” પછી બધાને સ્વસ્થ કરી દેવે કહ્યું: આ મહાધર્મિષ્ટ અને ધર્મ માટે સાહસ કરનારા મારા ધર્મ ગુરુને બધા નમસ્કાર કરો અને તેમની પાસેથી નવકાર મંત્ર સાંભળો અને ચોરી આદિના ત્યાગ કરવા રૂપ વ્રતને ગ્રહણ કરો. બધાએ આનંદપૂર્વક તેમ કર્યું અને મોટા આડંબરપૂર્વક રાજાએ શેઠને ઘરે પહોંચાડ્યા. બધે શેઠ અને ધર્મનાં વખાણ થવા લાગ્યાં.
આમ, શૂળી પર ચઢવા નક્કી થયેલ અને મરવાની અણી ઉપર પહોંચેલો લોહખુર ચોર થોડા કાળના નિયમના પ્રતાપે જિનદત્ત શેઠની પ્રેરણાથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયો, અને ધર્મ પર દઢ નિષ્ઠાવાન બન્યો.
જે મસ્તી આંખોમાં છે, તે કોઈ સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, શીતલતા પામવા દોટ ક્યાં મૂકે છે માનવી? જે શીતલતા માંની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org