________________
[૧૭]
અગ્નિશમાં અને ગુણસેના
ગુણસેન એક રાજકુમાર હતો. તે જ નગરમાં અગ્નિશર્મા નામનો એક પુરોહિતનો પુત્ર રહેતો હતો. અગ્નિશર્મા શરીરે કદરૂપો હતો. શરીરનાં અંગોપાંગો અષ્ટાવક્ર જેવાં હતાં. એવા કુબડા અગ્નિશર્માને સતાવવામાં ગુણસેનને મજા આવતી. તેને ગધેડા ઉપર બેસાડી માથા ઉપર કાંટાનો મુગટ પહેરાવી ગામમાં ફેરવતો. આવાં આવાં કંઈક તોફાનો અગ્નિશર્મા ઉપર કર્યા કરતો. ગુણસેનને આ રમત થઈ ગઈ હતી. તેને આથી આનંદ આવતો હતો. રાજકુમાર હોવાથી તેને કોઈ રોકતું નહીં. આવાં તોફાનોથી થાકી અગ્નિશર્મા ગામમાંથી ભાગી એક તાપસ પાસે પહોંચ્યો. તાપસના આશ્રમમાં રહી તેણે તાપસી દીક્ષા લીધી અને પોતાના આત્માના ઉદ્ધાર માટે તપશ્ચર્યા કરવા લાગ્યો. મહિના મહિનાના ઉપવાસ કરે. ફક્ત એક દિવસ પારણું કરી પાછા મહિનાના ઉપવાસ કરે. સખ્ત નિયમ ધારેલો કે પારણાના દિવસે ફક્ત એક જ ઘરે ગોચરી માટે જવાનું ત્યાં જે ભિક્ષા મળે તેનાથી પારણાં કરે. તે ઘરે કાંઈ પણ ન મળે તો ફરી મહિનાના ઉપવાસ. આમ તેણે હજાર માસક્ષમણ કર્યાં.
બીજી તરફ રાજકુમાર ગુણસેનનો રાજ્યાભિષેક થયો. તે રાજા થયો. એક દિવસ ફરતાં ફરતાં અગ્નિશર્માના આશ્રમમાં પહોંચી ગયો. એણે અગ્નિશર્માની તપશ્ચર્યાની વાત સાંભળી. તેનાં ભાવપૂર્વક દર્શન કર્યા, અને આવતું પારણું કરવા રાજમહેલ પધારવા વિનંતી કરી. આશ્રમના કુલપતિએ એ વિનંતી માન્ય રાખી. પારણાના દિવસે અગ્નિશર્માને પારણા માટે રાજમહેલ મોકલ્યા.
ભિક્ષા માટે અગ્નિશર્મા રાજમહેલમાં ગયા ત્યારે રાજમહેલમાં દોડાદોડ થઈ રહી હતી. રાણીએ રાજકુંવરને જન્મ આપ્યો હતો. રાજમહેલમાં આનંદ છવાઈ રહ્યો હતો. રાજમહેલના દ્વાર પર ઊભેલા અગ્નિશર્માની સામેય કોઈએ જોયું નહિ. એ પાછા ફરી ગયા. પારણું કર્યા વગર એમણે બીજું માસક્ષમણ શરૂ કરી દીધું. ૧. પહેલાના વખતમાં આયુષ્ય હજારો વર્ષનું સામાન્ય ગણાતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org