________________
જૈન શાસનના ચમકતા સિતારા ૬૧
રાજાને મોડેથી તપસ્વીનું પારણું યાદ આવ્યું પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું. ગુણસેન તપોવનમાં ગયા અને અગ્નિશની માફી માગી. આવતું બીજું પારણું પોતાને ત્યાં કરવા ચોક્કસ રાજમહેલ પધારવા આગ્રહ ભરી વિનંતી કરી.
બીજી વાર પારણા માટે અગ્નિશર્મા મહિના પછી પાછા આવ્યા ત્યારે રાજમહેલ શોકમાં ગરકાવ હતો. રાજા માંદા પડી ગયા હતા. વૈદ્યો દોડાદોડ કરી રહ્યા હતા. અગ્નિશર્માને કોઈએ બોલાવ્યા નહિ. એ પાછા ફરી ગયા એમણે ત્રીજું માસક્ષમણ શરૂ કરી દીધું. દર્દ ઓછું થતાં રાજાને અગ્નિશર્મા યાદ આવ્યા. પરંતુ અગ્નિશર્મા તો ક્યારનાય આશ્રમમાં પહોંચી ગયા હતા. રાજાએ ખૂબ દુ:ખ વ્યક્ત કર્યું, ફરી ફરી માફી માગી. ફરી પારણા માટે રાજમહેલે પધારવા વિનંતી કરી.
ત્રીજી વાર અગ્નિશર્મા પારણું કરવા માટે રાજમહેલમાં પહોંચ્યા ત્યારે સૈન્યની વિશાળ હિલચાલ થઈ રહી હતી. રાજમહેલની બાજુના મેદાનમાં હાથી, ઘોડા, અને રથ આવી પહોંચ્યા હતા. રાજા યુદ્ધની તૈયારીમાં હતા. એટલે અગ્નિશર્મા સામું કોઈએ જોયું નહિ. તેઓ થોડો વિસામો ખાઈ પાછા આશ્રમે પહોંચી ગયા.
રાજા યુદ્ધ કરવા માટે રથમાં બેસવા જતો હતો ત્યારે અગ્નિશર્મા યાદ આવ્યા. એ રથમાં ન બેઠા. સીધા દરવાજે પહોંચ્યા. પણ મોડા પડ્યા એટલે સીધા આશ્રમમાં પહોંચ્યા. પરંતુ આ વખતે અગ્નિશર્મા ખૂબ ગુસ્સામાં હતા. એમના મનમાં બાળપણની વાતો યાદ આવી ગઈ. “બાળપણમાં રાજા જ્યારે રાજકુંવર હતા ત્યારે પણ મને સતાવતા હતા. હવે જ્યારે રાજા થયા છે ત્યારે પણ મને સતાવવા જાણી જોઈ પારણા વખતે હાજર નથી હોતા. પરિણામે રાજા પ્રત્યે વેરભાવના જાગૃત થઈ. એમને આજીવન ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને સાથે સાથે એવો સંકલ્પ કર્યો કે “જન્મોજન્મ હું રાજાને મારનારો બનું.”
રાજા આશ્રમના કુલપતિ આગળ રડી પડ્યા. એણે ફરી ફરી માફી માગી પોતાની ભૂલનો એકરાર કર્યો. પરંતુ અગ્નિશર્મા અગ્નિશર્મા જ રહ્યા તે શાન્ત ન થયા તે ન જ થયા.
નવ ભવો સુધી અગ્નિશર્માનો જીવ ગુણસેનના જીવની હત્યા કરતો રહ્યો. પરિણામે અગ્નિશર્માનો જીવ નરકમાં ભટક્તો રહ્યો અને ગુણસેન સમરાદિત્ય રાજાના ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org