________________
[૧૮]
લાણા સાથી
ઘણા જૂના સમયની આ વાત છે. એક રાજાને પુત્રો ઘણા હતા પણ પુત્રી એક પણ ન હતી. તેણે ઘણી માનતાઓ અને બાધાઓ રાખી. આખરે આ બધું તેને ફળ્યું. એક પુત્રીનો તેના ઘરે જન્મ થયો. તેનું નામ લક્ષ્મણા રાખ્યું. ખૂબ જ લાલન-પાલનથી તેનું બાળપણ પૂરું થયું અને તે યુવાન થઈ.
લક્ષ્મણા યુવાન થતાં રાજાએ તેના માટે સ્વયંવર રચ્યો. સ્વયંવર મંડપમાં લક્ષ્મણા વરમાળા લઈ ફરતી ગઈ, અને એક ઈચ્છિત વરને વરમાળા પહેરાવી. રાજાએ લગ્નમહોત્સવ કર્યો. લગ્નની વિધિ થઈ. વર કન્યા ચોરીમાં મંગળ ફેરા ફરી રહ્યાં, ત્યાં જ અચાનક વરનું મૃત્યુ થયું. લક્ષ્મણા તો અવાક થઈ ગઈ. તેને ખૂબ જ આઘાત લાગ્યો. “આવો-સંસાર!” એમ વિચારતાં તેનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. દઢ શ્રદ્ધાથી તે શ્રાવિકાધર્મ પાળવા લાગી અને છેવટે તેણે તે ચોવીસીના છેલ્લા તિર્થંકર પાસે દીક્ષા લીધી, અને ઘણી જ સારી રીતે દીક્ષા પાળતાં હતાં. પણ એક દિવસ એક ખૂણે ઊભેલાં ત્યાં તેમણે એક ચકલા-ચકલીને પ્રેમ કરતા જોયાં. એ દૃશ્યથી સાધ્વી લક્ષ્મણાનું યૌવન ખળભળી ઊઠ્યું. વાસનાની વૃત્તિઓ સળવળી ઊઠી. અત્યંત કામાતુર વિચારમાં તેમણે વિચાર્યું,
અરિહંત પ્રભુએ શું જોઈને આ ક્રીડા નહિ કરવાનું સાધુ-સાધ્વીને ફરમાન કર્યું હશે? પણ તેમાં તેમનો શો દોષ? ભગવાન તો અવેદી છે. આથી સવેદીજનની પીડાઓની તેમને શું ખબર પડે?”.
આ પ્રશ્ન આંખના એક પલકારાની જેમ જ ઉદ્ભવ્યો. તરત જ બીજી પળે પોતે સાવધાન થઈ ગયાં પોતાની કુવિચારધારાથી ચમકી ઊઠ્યાં. પસ્તાવો કરવા લાગ્યાં. અરેરે! મેં ખૂબ જ મોટો વિચાર કર્યો. ન વિચારવાનું વિચાર્યું. મારાથી આ એક મહાપાપ થઈ ગયું. મારે તેની આલોયણા કરવી જોઈએ. પણ મને આવો કામી વિચાર આવ્યો તે તો હું કહી શકું તેમ નથી અને ન કહું તો શલ્ય રહી જાય છે. અને એ શલ્ય રહી જાય તો હું શુદ્ધ તો થઈશ નહિ. ૧. કામની કામના વિનાના
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org