________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫૯
આંખમાં ધૂમાડો જતાં ચોરને આંખમાં બળતરા થવા લાગી, અને આંસુ પડવા લાગ્યાં. બીજો કોઈ રસ્તો ન દેખાતાં તે દશ્ય થયો ને સહુએ પ્રત્યક્ષ જોયો. તેને પકડી લેવામાં આવ્યો અને રાજાની સમક્ષ ઉપસ્થિત કર્યો.
રાજાએ આજ્ઞા કરી કે ચોરને નગરમાં ફેરવી ફજેત કરવો અને પછી શૂળીએ ચડાવવો. રાજાના હુકમ પ્રમાણે તેને ઢોલ-નગારા વગાડતાં ગામમાં ફેરવ્યો અને શૂળી પાસે ઊભો કર્યો. જેથી કોઈ ચોરનું સગુંવહાલું આવે તો તેની પાસેથી તેનું ઠેકાણું મેળવી ચોરીની માલમત્તા મેળવી શકાય.
એટલામાં જિનદત્ત નામના શેઠ ત્યાંથી નીકળ્યા. રડતાં ચોરને દયાથી તેઓ શિખામણ આપતાં કહેવા લાગ્યા, “અરે ચોર! વિચાર કર કે તારા જીવનમાં તને કેટલી શાંતિ મળી? ચોરીના ફળ તરીકે આ લોકમાં તને તાડન, બંધન અને ફાંસી મળી ને પરલોકમાં દુર્ગતિની મહાવેદના મળશે. કારણ કે કરેલાં કર્મ તો સહુને ભોગવવાં પડે છે. પરંતુ અંત સમયે પણ ચોરીનો ત્યાગ કરે તો તને મોટો લાભ થશે. ભાવિની સારી સંભાવના છે. માટે ચોરીના ત્યાગરૂપ અદત્તાદાનનો ત્યાગ કર.
લોહખુર બોલ્યો: “આખા જીવનયત માણેલા સુખ કરતાં આ દુઃખ અનેક ઘણું છે. શેઠ! આ આપત્તિમાંથી હવે મને કોઈ બચાવે તેમ નથી, કેમ કે મેં ઘણાં પાપો કર્યા છે તે બધાં મને યાદ આવે છે. મને આ પાપો ડોળા ફાડી મારી સામે જોતાં હું ધ્રૂજી ઊઠું છું. શેઠ મને ઘણી તરસ લાગી છે અને થોડું પાણી પાવ ને.” આ વાત રાજાજ્ઞા વિરુદ્ધ હોઈ શેઠે જવાબ ન આપ્યો.
શેઠે સાહસ કરી કહ્યું: “હું પાણી લાવી આપું પણ તું જીવનભર કરેલાં પાપોની આલોચના કર.” એટલે ચોરે પોતે સમજણા થયા પછી જે જે પાપો યાદ આવ્યાં તે કહી સંભળાવ્યાં. જિનદત્ત શેઠે તેને ચોરી ન કરવી આદિ પચ્ચકખાણ કરાવ્યા પછી તેને એકત્વ અશચિ આદિ બાર + ચાર ભાવના ભાવવા ભલામણ કરી કહ્યું: “આનાથી તારા પાપસમૂહનો ક્ષણવારમાં નાશ થશે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખ, અને સઘળાં સંકટમાંથી ઉગારનાર ૧૨ + ૪ ભાવના - ૧. અનિત્ય ભાવના, ૨, અશરણ ભાવના, ૩. સંસાર ભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચી ભાવના, ૭. આશ્રીત ભાવના, ૮. સંવર ભાવના, ૯. નિર્જરા ભાવના, ૧૦. ધર્મ પ્રભાવ ભાવના, ૧૧. લોકસ્વરૂપ ભાવના, ૧૨.બોધી દુર્લભ ભાવના, ૧૩. મૈત્રી ભાવના, ૧૪. પ્રમોદ ભાવના, ૧૫. કરુણા ભાવના, ૧૬. મધ્યસ્થ ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org