________________
[૧૬]
લોહ ખુર
શ્રેણિક રાજાના પિતા પ્રસેનજિત મગધનું શાસન ચલાવતા હતા. લોહખુર નામનો ચોર રાજગૃહીમાં ઘણી વાર ચોરી કરી જતો પણ પકડાતો નહીં. એક વાર તે જુગાર રમવા બેઠો ને થોડી જ વારમાં ઠીક ઠીક ધન જીતીને ઊભો થયો. ઉત્સાહમાં આવી તેણે જીતેલું ધન ગરીબોને આપી દીધું. મધ્યાહ્ન થવા આવ્યું હતું. તેને કકડીને ભૂખ લાગી હતી. ઘરે જતા રાજમહેલ પાસેથી પસાર થતા સરસ રસવંતી રસોઈની સોડમ આવી. તેણે નક્કી કર્યું કે આજે રાજાના રસોડામાં જમવું. તેની પાસે એવું અંજન હતું કે તે લગાડતાં પોતે અદૃશ્ય થઈ શકતો. અંજન આંજી લોહખુર અદશ્ય થઈ તે રાજમહેલમાં રાજા જમતા હતા તેમની પાસે બેસી તેમની થાળીમાંથી જ જમવા લાગ્યો. કદી નહીં ચાખેલું એવું ભોજન તેને ઘણું ભાવ્યું. સારી રીતે જમીને તે ઘરે આવ્યો. પણ હવે તેને ઘરનું ભોજન ભાવતું નહીં. રસલોલુપતાથી તે દરરોજ અદૃશ્ય થઈ રાજાની સાથે જમવા લાગ્યો. સ્વાદની લોલુપતા વિચિત્ર વસ્તુ છે. જે વય વધવાની સાથે વધતી જાય છે. રાજા શરમને લીધે વધારે જમવાનું માગી શકતા નહીં જે કંઈ વધારે લેતા તે થાળી ચટ દઈને સાફ થઈ જતી.
કેટલાક દિવસ આમ ચાલવાથી રાજાને નબળાઈ જણાવવા લાગી. શાણા મંત્રીએ રાજાને પૂછ્યું: “શું આપને અરુચિ કે ખાવાની કોઈ તકલીફ છે! શરીર નિસ્તેજ કેમ જણાય છે! કંઈ ચિંતા છે?” રાજા કહે : “ચિંતા તો છે જ પણ ભાણામાં ખાવાનું ઘણું લેવા છતાં ભૂખ ભાંગતી નથી. ભાણાની રસોઈ મારા ખાધા વિના ઓછી થઈ જાય છે. મને લાગે છે કે કોઈ વિદ્યાના બળથી આવી ભાણામાંથી જમી જાય છે.”
બુદ્ધિશાળી મંત્રીએ વિચાર્યું, કોઈ અદશ્ય રીતે આવતું હોય તો તેને શી રીતે પકડી શકાય. તેણે એક તુક્કો અજમાવ્યો. રાજાજી જમતા હતા તે રૂમમાં ચંપાનાં સૂકાં ફૂલ ફરસ પર પાથર્યા સમય થતાં ચોર આવ્યો અને તેના પગ તળે ચંપાના ફૂલનો ખખડાટ થયો. તરત જ મંત્રીએ દરવાજા બંધ કરાવી દીધા, અને યોજના પ્રમાણે તે ઓરડામાં ગુંગળામણ થાય તેવો ધૂમાડો કરાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org