________________
જૈન શાસનના ચમકતા સિતારા ૧ ૧૯૮
જાય છે અને પાણી પોતાના આંગળાથી લઈ મહાસેનની જીભ ઉપર મૂકતો જાય છે.
જેમ ભૂખ્યા માણસને કોળિયે કોળીયે સુધાશાન્તિ થતી જાય તેમ મહાસેનને પાણીના ટીપે ટીપે શાન્તિનો અનુભવ થતો ગયો. પહેલા દિવસે દુર્ગધ ઘટી ગઈ. બીજા દિવસે છિદ્રો પુરાઈ ગયાં. ત્રીજા દિવસે સોજો ઊતરી ગયો. સતત ત્રણ દિવસ નવકાર મહામંત્રથી મંત્રેલું પાણી સુરસેને મહાસેનની જીભ ઉપર સિંચ્યા કર્યું. ચોથે દિવસે સવારે મહાસન સંપૂર્ણ નીરોગી બનીને ઊઠ્યો. તે સુરસેનને ભેટી પડ્યો. બન્ને ભાઈઓની આંખો આંસુથી છલકાઈ ગઈ. સુરસેને કહ્યું, “ભાઈ! આ બધો પ્રભાવ શ્રી નવકાર મંત્રનો છે.”
મહાસેન કહે છે : “ભાઈ! મારા માટે તો તું જ ઉપકારી છે. જ્યારે બધાં સ્નેહીજનો મને છોડી જતાં રહ્યાં ત્યારે તે જ મારી સેવા કરી. મને હિંમત આપી ને મને નીરોગી કર્યો. તારો ઉપકાર જન્મોજન્મ સુધી નહીં ભૂલું, ભાઈ!” સુરસેને પોતાની આંગળીઓ મહાસેનના મોઢે મૂકી તેને વધુ બોલતો બંધ કરી દીધો.
નગરમાં સુરસેન મહાસન બાંધવબેલડીના ગુણો ગવાવા લાગ્યા : “ભાઈઓ હો તો આવા હો!” ચોરેને ચૌટે એકજ વાત. શ્રી નવકારનો પ્રભાવ જોઈનગરજનો રોજ ૧૦૮ નવકારમંત્રોનો જાપ જપવા લાગ્યાં.
આ વાતને કેટલાક મહિનાઓ થઈ ગયા. એક દિવસ આ બંધુરા નગરીમાં શ્રી ભદ્રબાહુસ્વામી નામના આચાર્ય પધાર્યા. આચાર્યદેવ અવધિજ્ઞાની હતા. કરુણાના સાગર જેવા હતા. રાજા-રાણી તેમજ નગરજનો સર્વે તેમનાં દર્શને આવ્યાં. તેઓનો ઉપદેશ સાંભળ્યો. સહુના આત્માને શાંતિ મળી. વ્યાખ્યાન પૂરું થયું. બધાં ઘર તરફ પાછા ફર્યા. પણ સુરસેન-મહાસેન બન્ને રાજકુમારો બેસી રહ્યા. ઊભા થઈ આચાર્યદેવને ત્રણ પ્રદક્ષિણા દીધી. વિનયપૂર્વક સામે બેસીને સુરસેને આચાર્યશ્રીને પૂછ્યું, “ગુરુદેવ! આ મારા ભાઈ મહાસેનને ભયંકર જીભનો રોગ થયો હતો તેનું શું કારણ હશે? એણે એવું કયું પાપકર્મ બાંધ્યું હશે?”
આચાર્યદેવે કહ્યું, “કુમાર! એનું કારણ પૂર્વજન્મનાં પાપનું છે. સાંભળઃ મણિપુર નામનું એક સુંદર નગર છે. તે નગરમાં એક મદન નામનો વીર સૈનિક રહેતો હતો. તેને બે પુત્રો હતા. એકનું નામ ધીર અને બીજાનું નામ વીર હતું. બન્ને વિવેકી યુવકો હતા.
એક દિવસ બન્ને ભાઈઓ તેમના પોતાના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમણે પોતાના સંસારી મામા મુનિરાજને જમીન પર ઢળી પડેલા જોયા. બન્ને ભાઈઓ “શું થયું? શું થયું? બોલતા મુનિરાજ પાસે બેસી ગયા. મુનિરાજ મૂચ્છિત થઈ ગયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org