________________
[૫૩]
સુરસેન–મહાસેના
બંધુરા નામનું એક નગર. વીરસેન નામનો પરાક્રમી રાજા ત્યાં રાજ્ય કરે. પ્રજાનો તે એકદમ પ્રિય હતો, કારણ કે તે પરદુઃખભંજન અને સદાચારી હતો. તે રાજાને બે કુમાર હતા. મોટાનું નામ સુરસેન અને નાનાનું નામ મહાસેન. બન્ને રૂપાળા અને ગુણિયલ હતા. સારી રીતે દાનધર્મ કરતા હતા.
એક દિવસ અચાનક મહાસેનને જીભ ઉપરદુઃખાવો ઊપડ્યો. જીભ ચરચરવા લાગી. સોજો આવી ગયો. મહાસેને સુરસેનને પોતાના દુઃખાવાની વાત કરી.
થોડા વખતમાં વૈદો આવ્યા. રાજવૈદની હાજરીમાં જીભ ઉપર દવા લગાડી. બધા વૈદો ઉપચાર કરવા લાગી ગયા, પણ દુ:ખાવો ઓછો ન થતાં વધતો ગયો. રાત પડતાં સુધીમાં તો દુઃખાવો અસહ્ય થઈ ગયો. રાત્રે ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે વૈદો પાછા આવ્યા. જીભ જોઈ. જીભ ઉપર કાણાં પડી ગયા હતાં. વૈદોએ થઈ શકે એટલા ઉપચારો કર્યા પણ કોઈ રીતે દુ:ખાવો ન મટ્યો.
દુઃખાવા સાથે હવે જીભ સડવા લાગી. મોંમાંથી દુર્ગંધ આવવા લાગી. તેની બાજુમાં બેસવું બધાંને મુશ્કેલ લાગવા લાગ્યું. ધીરેધીરે બધાં એ ખંડમાંથી બહાર નીકળી ગયાં. ફક્ત એક સુરસેન જ મહાસેનની ચાકરી કરતો રહ્યો.
રાજાએ વૈદોને કહ્યું, “કુમારને સાજો કરો. જે જોઈશે તે આપીશ.”
વૈદ્યો કહે, “આ રોગ માટે જે જે દવાઓનો અમને ખ્યાલ છે તે બધી અમે આપી ચૂક્યા. હવે અમારી પાસે બીજો કોઈ ઉપચાર નથી.” રાજાની આંખમાંથી આંસુ સરી પડ્યાં. સુરસેનકુમાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
- બે-ત્રણ દિવસ એમ જ પસાર થયા. જીભ સડવાથી દુર્ગધ વધતી ગઈ. મહાસેનને નિંદ નથી આવતી. સુરસેન યોગ્ય ચાકરી રાતદિવસ કર્યા જ કરે છે.
સુરસેન વિચારે છે – શું કરવું? અચાનક તેને વિચાર આવે છે : શ્રી નવકાર મંત્રના પ્રભાવથી જીવોના રોગ-શોક દૂર થાય છે, એમ જ્ઞાની પુરુષો બતાવે છે. તો એ પ્રભાવશાળી મંત્રનો ઉપયોગ કરું તો જરૂર મહાસેનનો રોગ દૂર થાય. તેણે ચાંદીના પ્યાલામાં અચિત્ત પાણી લીધું. એકાગ્ર મનથી નવકારમંત્રનું સ્મરણ કરતો ૧. જેનામાં જીવ નથી તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org