________________
જૈન શાસનનાં ચમકતા સિતારા ૦ ૩૩૩
જાતિના કુળમાં ઉત્પન્ન થયા. હલકી જાતિ તથા લાંબા આયુષ્યને લીધે અપમાનાદિ પુષ્કળ સહન કરતા તેઓ ત્યાંથી અવીને એક બ્રાહ્મણને ઘેર જન્મથી મૂગા પુત્રરૂપે ઉત્પન્ન થયા. પૂર્વના પાપના ઉદયથી રોગથી ભરેલા, દરિદ્રી અને અનેક દુઃખોથી વિટંબણા ભોગવીને તેઓએ ત્યાંથી મરીને અનેક ભવોમાં પરિભ્રમણ કર્યું.
આ કથા આપણને સમજાવે છે કે આપણે ગુણોના અનુરાગી બનવું જોઈએ, કોઈના ગુણ જોઈ-સાંભળી તેના દ્વેષી બનીએ તો ભયંકર પાપમાં પડીએ છીએ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અમૃતવેલની સઝાયમાં જણાવે છે :
થોડલો પણ ગુણ પર તણો
સાંભળી હર્ષ મન આણે રે. દોષ લવ પણ નિજ દેખતાં
નિરગુણ નિજાતમાં જાણ રે.” આ પ્રમાણે અન્ય ગુણીજનોનો નાનો પણ ગુણ જોઈ હર્ષિત થવું જોઈએ અને પોતાનો અલ્પ પણ દોષ જોઈને પોતાને અવગુણી માનવો જોઈએ.
સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ (૨) નરનારી પશુ પક્ષીની સાથે (૨) જીવજંતુનું તમામ
દયાળુ પ્રભુ સૌનું.... દુનિયામાં દર્દ દુકાળ પડે નહી (૨) લડે નહી કોઈ ગામ
દયાળુ પ્રભુ સૌનું... કોઈ કોઈનું બૂરુ ન ઇચ્છે (૨) સૌનું ઇચ્છે સૌ સમાન.
દયાળુ પ્રભુ સૌનું. પોતપોતાના ધર્મ પ્રમાણે (૨) સર્વ ભજો ભગવાન.
દયાળુ પ્રભુ સૌનું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org