________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩૨
મહેલ પડી ગયો. મુનિના જ્ઞાન માટે રાજાને મુનિ પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયો. તેને પ્રતીતિ થઈ કે જૈનધર્મના ત્યાગી મુનિવર્ય સિવાય અન્ય કોઈને આવું યથાર્થ જ્ઞાન હોતું નથી.
બીજા દિવસે તે રાજાએ સોમિલ મુનિને બોલાવ્યા અને પોતાના મસ્તકનો મુકુટ ભોંય પર લગાડીને શુદ્ધ મન, વચન તથા કાયાથી નમસ્કાર કરી મુનિએ બતાવેલા જૈન ધર્મનો સ્વીકાર કર્યો. ત્યારથી તે રાજા અરિહંત ધર્મનો આરાધક બન્યો. ધર્મ પસાયે તેની ભારે ઉન્નતિ થઈ. ગામના પણ ઘણા લોકોએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને જૈન ધર્મ સ્વીકાર્યો.
ત્યારબાદ રાજાએ શાસનની ઉન્નતિ કરવા તથા પોતાની ભક્તિ પ્રદર્શિત કરવા સોમિલ મુનિને ખૂબ જ આદરપૂર્વક મંત્રીઓ, અધિકારીઓ ઇત્યાદિ સહિત પોતાના ગુરુદેવની સેવા માટે વિહાર કરાવ્યો. તેઓ ક્રમે વિહાર કરતા કરતા આચાર્ય મહારાજ પાસે પહોંચ્યા. પહોંચતાં જ સોમિલ મુનિ તથા સાથે આવેલ સર્વેએ ગુરુ રુદ્રસૂરિને વિધિપૂર્વક વંદન કર્યું તથા સાથે આવેલ મંત્રી વગેરેએ તે આચાર્ય મહારાજની નવે અંગે પૂજા કરી. બધા લોકો બહુમાનપૂર્વક સોમિલ મુનિની પ્રશંસા કરવા લાગ્યા.
ફરી ફરી થતી સોમિલ મુનિની પ્રશંસાની વાતો સાંભળીને આચાર્ય મહારાજના હૃદયમાં ઈર્ષ્યાનો અગ્નિ બળવા લાગ્યો. પરંતુ લોકલજ્જાને લીધે તેઓ કાંઈ બોલી શક્યા નહીં. પણ જેમ જેમ સોમિલ મુનિએ કરેલી શાસનઉન્નતિની વાતો તેઓ સાંભળતા ગયા તેમ તેમ ઝાકળથી કરમાયેલા કમળની માફક તેમનું મોઢું પડી જવા લાગ્યું. મનમાં રોષાગ્નિથી બળતા તેમણે સુખશાતાના સમાચાર પણ સોમિલ મુનિને પૂછ્યા નહિ. આથી સોમિલ મુનિનો ઉત્સાહ મંદ થયો.
એ રીતે પ્રભાકર મુનિ આદિ ગચ્છના સારા સારા સાધુઓ પોતાના આચાર્ય મહારાજ રુદ્રાચાર્યની ઈર્ષ્યા તથા ઉપેક્ષાના કારણે પોતે સમર્થ છતાં યોગ્ય પ્રોત્સાહનના અભાવે ઉત્સાહ ઠરી જવાથી પોતપોતાના ગુણોમાં શિથિલ
થવા લાગ્યા.
આ બાજુ રુદ્રાચાર્ય ગુણદ્વેષના કરેલ પાપથી તથા પાછળથી તે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી ત્યાંથી મરીને દેવજાતિમાં ચાંડાળનું કામ કરનારા કિલ્વિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org