________________
[૫]
શ્રી ભોમિયાજી મહારાજ
ભગવાન પાર્શ્વનાથના સમયની વાત છે. એ વખતે બનારસ રાજ્યમાં ચંદ્રશેખર નામના રાજા હતા. રાજા ક્ષત્રિય હતા. તેમને ધર્મ પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા હતી. રાજાને સમેતશિખરજીનો સંઘ કાઢવાની ઈચ્છા થઈ. બધી તૈયારી કરી તેમણે છરી પાળતો સંઘ કાઢ્યો. વ્રતપાલન, રાત્રિભોજન ત્યાગ, ભૂમિ શયન, દિલ યાત્રા, બ્રહ્મચર્યપાલન, અણગળેલું પાણી ન પીવું અને ઉભયકાળ ધાર્મિક અનુષ્ઠાન-પ્રતિક્રમણનું પાલન સંઘમાં આવનારાઓએ પાળવાનાં હતાં. પદ- યાત્રા કરતો સંઘ નિમિયાઘાટ પહોંચ્યો. ત્યાં રાજા ચંદ્રશેખરને કાળો વર થયો. વૈદોએ પૂરતી દવા કરી પણ જવર કાબૂમાં ન આવ્યો.
પોતે આમાંથી નહીં બચી શકે તેમ રાજાને સમજાઈ ગયું. એટેલે બે હાથ જોડી, આચાર્ય મહારાજ કે જેઓ સંઘ સાથે હતા તેમને વિનંતી કરી પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું અને સર્વ આહારનો ત્યાગ કરી અનશન વ્રત અંગીકાર કર્યું. સંથારા પચ્છખાણ કર્યું.
આચાર્ય મહારાજે રાજાને જણાવ્યું કે “તારો આત્મા જરૂર દેવલોકમાં જશે. પણ દેવલોકમાં જઈ તારું જીવન નાટકચેટક તથા ભોગવિલાસમાં વ્યતીત ન કરતાં શાસનસેવામાં અને તીર્થરક્ષામાં વાપરજે.” રાજાએ વચન આપ્યું કે “હું જરૂર એમ જ કરીશ.'
આયુષ્ય પૂર્ણ થતાં ચંદ્રશેખર રાજાના દેહનું અવસાન થયું. તેમના આત્માએ દેવલોકમાં જન્મ લીધો. દેવદેવીઓએ જન્મમહોત્સવ ઊજવ્યો. એક દેવીએ એ દેવને પૂછ્યું, “ગયા ભવમાં તમે કયું પુણ્ય કર્યું હતું, જેથી તમે દેવલોકમાં જન્મ લીધો?”
દેવ થયેલ રાજાએ પોતાના જ્ઞાનથી પૂર્વભવ જોયો તો તેમને સમજાયું કે પોતે ચંદ્રશેખર નામના રાજા હતા અને સંઘ સાથે જાત્રા કરતાં પોતાનું નિમિયાઘાટમાં અવસાન થયેલું. અવસાન વખતે તેમણે આચાર્ય મહારાજને વચન આપેલું તેનું તેમને સ્મરણ થયું. દેવાત્મા તે આચાર્ય મહારાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org