________________
[૪] વેગવતી
ભારતના મૃણાલકુંડનગરમાં શ્રીભૂતિ નામનો પંડિત પુરોહિત વસતો હતો. તેને સરસ્વતી નામની પત્ની અને વેગવતી નામની પુત્રી હતી. આ કુટુંબને લોકો આદર આપતા.
એક વાર તે નગરમાં તપસ્વી, જ્ઞાની ને વૈરાગી મુનિરાજ પધારતાં લોકો તેમનાં દર્શન-વંદને જવા લાગ્યા ને મુનિરાજનો મહિમા દિવસે-દિવસે વધવા લાગ્યો. માણસની કરુણતા છે કે કોઈક વાર તેને બીજાની ઈર્ષ્યા-બળતરા સતાવ્યા કરે છે. જીવને પોતાને નથી મળ્યું તેનું જ દુઃખ નથી, પણ બીજાને સારું મળ્યું તેનું પણ દુઃખ છે. આ દુઃખમાંથી કોણ ઉગારે? મુનિની પ્રશંસાપ્રતિષ્ઠા સાંભળી વેગવતી બિચારી બળવા લાગી ને છેવટે તેનાથી ન રહેવાયું એટલે લોકોને કહેવા લાગી : “આ મહારાજ તો ઢોંગી છે. બ્રાહ્મણ જેવા પાત્રને મૂકી તમે આવા ભમતા સાધુને પૂજવા દોડી જાઓ છો, પણ તેના ચરિત્રની તમને જાણ નથી.”
લોકોને કોઈનું ખરાબ સાંભળવાનો ચસકો ભારે. સારા કરતાં ગંદુ કાનને વધારે ગમે. વેગવતી બોલવા જ બેઠી હતી, શા માટે ઓછાશ રાખે? તેણે તો ભાંડવા માંડ્યું: “કોઈ બાઈ સાથે રમતા મેં તેમને જોયા છે.” સાધુ પુરુષની હલકી વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ ને કેટલાકે સાચી પણ માની લીધી. ઘણા લોકો મહારાજ પાસે જતા બંધ થઈ ગયા. આ જાણી મુનિને ઘણું દુઃખ થયું. “મારા લીધે શાસનની શાનને ધક્કો પડ્યો! શાસનની શોભા કદાચ ન વધારી શકું પણ તેને ઘટાડવાને નિમિત્ત બનું?” તેમણે નિયમ કર્યો કે “જ્યાં સુધી આ કલંક ઊતરે નહીં ત્યાં સુધી મારે આહાર-પાણીનો ત્યાગ.” અને તેઓ ધ્યાનમાં બેસી ગયા. શાસનદેવીએ સચેત થઈ સાંનિધ્ય કર્યું. વેગવતી પીડાથી આક્રાંત થઈ શય્યામાં તરફડવા લાગી. બધા ઉપાય-ઉપચાર નિષ્ફળ જતાં તેને વિચાર આવ્યો, “મેં મુનિને કલંક આપ્યું તેનું જ આ પરિણામ છે. તેને પશ્ચાત્તાપ થયો. સર્વજન સમક્ષ તેણે મુનિરાજને ખમાવ્યા ને કબૂલ કરતાં કહ્યું, “આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org