________________
[૧૦૦]
દેવાનંદા અને ઋષભદત્ત
કુણ્યગ્રામ નગરમાં ૠષભદત્ત બ્રાહ્મણ તેની પત્ની દેવાનન્દા સાથે રહેતો હતો. બન્ને ધર્મિષ્ઠ અને વેદ તથા જીવાજીવ નવતત્ત્વ આદિનાં જ્ઞાતા શ્રમણોપાસક શ્રાવકશ્રાવિકા હતાં.
એક દિવસ તેમણે સાંભળ્યું કે ભગવાન મહાવીર આ નગરના બહુશાપ ઉદ્યાનમાં પધાર્યા છે. તેથી તેઓ ભગવાનને વંદન કરવા નીકળ્યાં.
બન્ને ભગવાન પાસે પહોંચ્યાં, ભગવાનને વંદન કરી ભગવાનની સામે હાથ જોડી ઊભા રહ્યાં. દેવાનંદાએ ભગવાનની સામે જોયું અને તેના દિલમાં વાત્સલ્યનો સાગર ઊછળી રહ્યો. હર્ષાવેશમાં તેના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. માના વાત્સલ્યને અને દૂધને ઘેરો સંબંધ છે. મહાવીર પ્રભુને પ્યારથી તે જોતી રહી અને તેના સ્તનમાંથી દૂધ ઝરતું રહ્યું. તેનું આખું શરીર રોમાંચિત થઈ ગયું. રોમરોમમાં સુખની વર્ષા તે અનુભવતી રહી. તે એકીટશે પ્રભુને નીરખતી રહી.
ભરી સભામાં બનેલી આ આશ્ચર્યકારક ઘટનાને જ્ઞાનથી જાણીને ભવ્ય જીવોના હિત માટે ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને પૂછ્યું, ‘ભન્ને! આ શું બન્યું? દેવાનંદા બ્રાહ્મણીનાં સ્તનોમાંથી દૂધ કેમ ઝરવા માંડ્યું? આ કેવો સ્નેહભાવ’
પ્રભુએ કહ્યું, ‘ગૌતમ! આ દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું દેવાનંદાનો આત્મજ પુત્ર છું.' વધુ ખુલાસો કરતાં પ્રભુએ સમજાવ્યું કે ‘હું દેવલોકથી ચ્યવ્યા પછી એની કુક્ષીમાં બ્યાસી દિવસ રહ્યો હતો. એટલે સ્નેહ અને અનુરાગવશ આમ બનવું સ્વાભાવિક છે.’
ભગવાનના સ્વમુખે આ વૃત્તાંત સાંભળી ૠષભદત્ત અને દેવાનંદા અતિ હર્ષ પામ્યાં. ત્યારબાદ પ્રભુની આત્મહિતકારી દેશના એક ચિત્તે સાંભળી.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org