________________
[૫૬] દ્વિમુખ (પ્રત્યેકબુદ્ધ) પાંચાલ દેશના કપિલપુર નગરમાં જય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણમાળા નામે રાણી હતી. ઉભય દંપતી બહુ જ ધર્મિષ્ઠ હતાં. જૈન ધર્મ પ્રત્યે તેમને ઘણો પ્રેમ હતો.
એક વાર રાજા કચેરી ભરીને બેઠો છે. તેવામાં એક પરદેશી ચારણ રાજસભામાં આવ્યો અને મહારાજાના ગુણોની પ્રશંસા કરવા લાગ્યો. આ સાંભળી રાજા બોલ્યો, “બારોટજી! તમે દેશદેશાવરમાં ફરો છો, તો તમે મારી સભામાં કાંઈ ઊણપ હોય તો તે જણાવો. કારણ કે માત્ર આત્મશ્લાધા મને પસંદ નથી.” આ સાંભળી બારોટે જણાવ્યું : “મહારાજ! આપની રાજસભામાં બધું જ સુંદર છે પણ એક ચિત્રશાળા નથી. રાજાને આ ઠીક લાગ્યું. તેણે કુશળ ચિત્રકારો બોલાવ્યા અને સભાના હોલની બાજુમાં એક ચિત્રશાળા તૈયાર કરવા કહ્યું.
ચિત્રકારોએ આવીને કામ શરૂ કર્યું. પ્રથમ તો તે માટે પાયો ખોદવા માંડ્યો. પાયો ખોદતાં નીચેથી રત્નજડિત મુગટ નીકળ્યો. કારીગરોએ તે મુગટ રાજાને આપ્યો. દિવ્ય મુગટ જોઈ રાજા આનંદ પામ્યો. મુગટ પોતાને કેવો શોભે છે તે જોવા રાજાએ પોતાનું મોં અરીસામાં જોયું. અરીસામાં તેને પોતાનાં બે મોં દેખાયાં. તે ઉપરથી તેનું નામ “દ્વિમુખ' તરીકે પ્રસિદ્ધ
ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરોહણક્રિયા માટે તે મકાનની વચ્ચે એક સુશોભિત સ્તંભ ઊભો કર્યો હતો. સ્તંભને વસ્ત્રાલંકારથી શણગારી ભવ્ય અને આકર્ષક બનાવ્યો હતો. રાજા આ ચિત્રશાળાની આરોહણક્રિયા કરવા માટે આવ્યો. ચિત્રશાળાની નમૂનેદાર કારીગરી જોઈ તે ખૂબ સંતોષ પામ્યો. તે હર્ષપૂર્વક બારોટ પ્રત્યે બોલ્યો, “કેમ બારોટજી! હવે આ ચિત્રશાળા બરાબર મારા રાજ્યને શોભે તેવી છે ને?”
બારોટે જવાબ આપ્યો, “હા મહારાજ! આવી ચિત્રશાળા મેં ક્યાંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org