________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭૦ ૨૦૫
જોઈ નથી.' રાજા આનંદ પામી સ્વસ્થાનકે ગયો.
કેટલાક દિવસો બાદ પેલો ઊભો કરેલો સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના ઉપરથી વસ્ત્રાલંકાર ઉતારી લઈને તે સ્તંભને ચિત્રશાળાના એક ખૂણામાં આડો ફેંકી દીધો. વખત જતાં તે સ્તંભ ઉપર ધૂળ વગેરે જમા થયું. પરિણામે તે સ્તંભ તદ્દન બેડોળ લાકડાના ઠુંઠા જેવો બની ગયો. એક દિવસ રાજા ચિત્રશાળામાં આવ્યો. ત્યાં તેણે આ લાકડાનું ઠુંઠું જોયું. તે જોઈને રાજાએ બાજુમાં ઊભેલા રક્ષકને પૂછ્યું, “અલ્યા! આ લાકડું અહીં કેમ મૂક્યું છે?’ રક્ષકે જવાબ આપ્યો, ‘“મહારાજ! આપે આ ચિત્રશાળાનું આરોહણ કર્યું ત્યારે જે સ્તંભ ઊભો કરેલો તે સ્તંભ ઉતારીને અહીં મૂક્યો છે.”
રાજા આશ્ચર્ય પામી મન સાથે બોલી ઊઠ્યો : પેલા ભવ્ય અને સુંદર સ્તંભની આ દશા? શું તે ફક્ત ઉપરનાં વસ્ત્ર અને અલંકારોથી સુંદર લાગતો હતો? ખરેખર આ જોતાં તો મારું શરીર પણ એક દિવસ આવી જ દશા પામશે. અત્યારે સુશોભિત દેખાતા મારા આ શરીરની પણ આખરે આ લાકડાના ઠુંઠા જેવી દુર્દશા થવાની જ! તો પછી આજે જ, અરે અત્યારે જ, આ શરીર પરથી મમતા કેમ ન ઉતારવી? કાળનો ક્યાં ભરોસો છે? ખરેખર, મેં પુદગલીક વસ્તુઓના મોહમાં અંધ બની આત્મકલ્યાણ સાધ્યું નહીં.'
ખરેખર આ બધાં વળગણો તજવા યોગ્ય છે” એમ કહી દ્વિમુખ રાજાએ ત્યાં જ પોતાનાં સઘળાં વસ્ત્રો-અલંકારો ઉતારી નાખ્યાં અને પંચમુષ્ટિલોચ કરી સ્વયમેવ` દીક્ષા લઈ ચાલતા થયા. ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્ય જ્ઞાન પામી રાજા દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ મોક્ષપદને પામ્યા.
જીંદગીનો પાયો બાળપણ છે, તેને પ્રથમથી જ મજબૂત કરો.
૧. પોતાની મેળે, એટલે કોઈ ગુરુ પાસે નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org