________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦૩
ખૂબ પ્રસન્નતા થઈ અને પ્રભુ મહાવીરના દર્શનની જિજ્ઞાસા થઈ.
ભાગ્યવશાત્ પ્રભુ મહાવીર તે જ ગામમાં પધાર્યા. ગૌતમ મુનિ ગોચરીએ નીકળ્યા. લોકોને મોઢે આનંદના અવધિજ્ઞાનની વાત સાંભળી ગૌતમ મુનિ આનંદની પૌષધશાળામાં ગયા. ગૌતમ મુનિને આવતા જોઈ આનંદ વિધિપૂર્વક વિંદન કર્યું અને પછી વિવેકપૂર્વક પૂછ્યું કે, “મહારાજ! શ્રાવકને સંસારમાં રહેતાં થકી અવધિજ્ઞાન થાય?”
શ્રી ગૌતમ મુનિએ જવાબ આપ્યો, “થાય.” આનંદે કહ્યું, “પ્રભુ! મને તે થયું છે. હું લવણ સમુદ્રમાં પ૦૦ ધનુષ્ય સુધી તથા સૌધર્મ દેવલોક અને રત્નપ્રભા નરક દેખું છું.” આ સાંભળી ગૌતમ મુનિ સંશયમાં પડ્યા. તેમને કહ્યું, “આનંદ! તમે જૂઠું બોલો છો. એક શ્રાવકથી એટલું દેખી શકાય નહીં. માટે મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત લો.”
આનંદે કહ્યું, “દેવ! હું યથાર્થ કહું છું. આપ ભૂલ્યા છો. માટે આપે જ પ્રાયશ્ચિત્ત લેવું ઘટે.”
શ્રી ગૌતમ મુનિને આ વાત હૈયે ન બેઠી. તેઓ સંશયાત્મક બની બહુ સારું કહી રસ્તે પડ્યા અને પ્રભુ મહાવીર દેવ પાસે આવી, બનેલી વિતક કથા કહી સંભળાવી. પ્રભુ મહાવીરે કહ્યું, આનંદનું કથન સત્ય છે અને તમારી સમજ ખોટી છે.” આ સાંભળતાં જ આશ્ચર્ય સાથે શ્રી ગૌતમે પ્રાયશ્ચિત્ત લીધું અને આનંદ શ્રાવક પાસે આવી પોતાની ભૂલની માફી માગી.
આનંદ શ્રાવકે ૨૦ વર્ષ સુધી શ્રાવક વ્રત પાળ્યું.
મરણાંતે તેમણે એક માસનું અનશન કર્યું અને વિશુદ્ધ બની પરિણામે કાળધર્મ પામી તેઓ પહેલા સૌધર્મ નામના દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષમાં જશે.
મનુષ્યને હૃદયમાં ક્રોધ હોય તો એને બીજા કોઈ શત્રુની જરૂરત નથી
૧. જંબૂદ્વીપમાં અતિશય મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ એક લાખ યોજન લાંબુ ક્ષેત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org