________________
[૫૫]
આનંદ શ્રાવક
મગધ દેશના વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામનો ગૃહસ્થ રહેતો હતો. તે ઘણો ધનવાન હતો. તેની પાસે ચાર કરોડ સોનામહોરો જમીનમાં દાટેલી હતી, ચાર કરોડ વેપારમાં રોકાયેલી હતી અને ચાર કરોડ ઘરવખરીમાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયોનાં ચાર ગોકુળ હતાં. તે ઘણો બુદ્ધિમાન અને વ્યવહારકુશળ હોવાથી સૌ કોઈ તેની સલાહ લેતું. તેને શિવાનંદા નામની સ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની ઉંમર થતા સુધી તે જૈન ધર્મ અને તેનાં તત્ત્વોથી અજાણ હતો. તેવામાં એક દિવસ ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારો લોકો ત્યાં જતા હતા તેથી તે પણ પ્રભુની દેશનામાં ગયો. પ્રભુએ શ્રાવક અને સાધુનું આબેહૂબ સ્વરૂપ સમજાવ્યું.
આનંદને જિજ્ઞાસાબુદ્ધિ જાગી અને પ્રભુ પાસે તેણે સમજપૂર્વક બાર વ્રત અંગીકાર કર્યાં. ઘેર આવી તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યાની વાત પોતાની પત્નીને કરી અને તેને પણ તેમ કરવા ઉપદેશ્યું. એટલે શિવાનંદાએ પણ પ્રભુ પાસે જઈ બાર વ્રતo અંગીકાર કર્યાં. આ રીતે બન્ને જણ, પતિ-પત્ની શ્રાવકધર્મનું સુંદર રીતે પાલન કરતાં કરતાં સુખપૂર્વક સમય વિતાવવા લાગ્યાં.
કેટલોક કાળ વીત્યા પછી આનંદને ઉગ્ર તપશ્ચર્યા કરવાનો ભાવ થયો. એટલે તેણે સગાંસંબંધીઓને ભેગાં કરી, જમાડી, તેમની હાજરીમાં ગૃહકાર્યનો ભાર પોતાના મોટા પુત્રને સોંપ્યો અને પોતે શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું વહન-પાલન કરવા લાગ્યો. આકરા તપથી તેનું શરીર દુર્બળ બન્યું.
એક વખત પૌષધ વ્રતમાં ધર્મચિંત્વન કરતાં તેને અવધિજ્ઞાન થયું. તે વડે તેણે પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી જોયું અને પશ્ચિમ તથા દક્ષિણમાં એટલું જ જોયું અને ઉત્તરમાં ચુહિમવંત અને વર્ષધર પર્વત જોયા. ઊંચે સૌધર્મ દેવલોક અને નીચે રત્નપ્રભા નરકનો વાસ જોયો. આ જોઈ તેને
૧. બાર વ્રત સમજવા વંદિતા સૂત્રનો અભ્યાસ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org