________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦૬
લાગ્યો અને તેથી રોહિણીને તેણે અચંબા સહિત પૂછ્યું, “સુંદરી! પાત્ર અને ગોઠવણ જુદાં જુદાં છે છતાં સ્વાદ તો એક જ છે. એક જ સ્વાદના પદાર્થને અલગ અલગ પાત્રમાં ભરવાથી કાંઈ નવો સ્વાદ આવી શકે નહીં. આ તો સાદી સમજની વાત છે. તો પછી આ જાતજાતના પ્યાલાઓ શા માટે?”
રોહિણીએ કહ્યું, “જી મહારાજ! સ્વાદ તો એક જ છે અને વાત પણ સાવ સાદી સમજની છે. પરંતુ વિવેક વગર એ સમજાય નહીં. સમજાયા પછી તો એક જ વાસણનું પેય પૂરતું થઈ પડે છે અને બીજા પાત્ર તરફ નજર પણ જતી નથી. તેવી જ રીતે સ્ત્રીના નારીત્વમાં રૂપ અને વેશ આદિની ભિન્નતાથી કશો ફરક પડતો નથી.”
રાજા તો આ જાજવલ્યમાન નારીનું ધર્ય, ગાંભીર્ય ને જ્ઞાન જોઈ શક્તિ થઈ ગયો.
રોહિણીએ વધુમાં વિષ્ણુપુરાણની એક વાત સંભળાવીઃ બનારસ નગરમાં ગંગા કિનારે નંદ નામનો તાપસ વર્ષોથી ઘોર તપ કરતો હતો. એકવાર ગંગામાં નહાતી કોઈ સ્ત્રીને જોઈ તે મુગ્ધાનો અભિલાષી થયો. તેનું મન તેમાં લટ્ટ થતાં તેણે તે યુવતીનો પીછો પકડ્યો અને પાછળ પાછળ ઠેઠ તેના ઘેર પહોંચ્યો. નિર્લજજ થઈ સંભોગની ચોખ્ખી માગણી પણ કરી, તે ગરીબ બાઈએ કહ્યું, “હું તો ચાંડાલિની છું. આપ તો મોટા મહાત્મા કહેવાઓ. મારા જેવી નીચ સ્ત્રી સાથે તમે રમણ કરો તે ઉચિત નથી.” પણ કામના આવેશમાં આવ્યા પછી માણસ ક્યાં વિચાર જ કરે છે? તેણે બાઈને બાથમાં લીધી ને બધું વીસરી તેને ભોગવી. મદ ઊતરી ગયો ત્યારે તેને શાન આવી કે મેં ઘોર પાપ ને મહા અનર્થ કરી નાખ્યો. શરમથી શ્યામ બનેલો તે વિષય રસને ધિક્કારતો પાછો ફર્યો, પણ પોતાના આ કુકર્મથી તેને પોતાની જાત ઉપર ધૃણા થઈ આવી. અંતે તે પથ્થર પર માથું પછાડી મરણને શરણ થયો. મરતાં મરતાં તે બોલ્યો :
શ્રીરામ રામ વિન્ ધિમે, જન્મનો જીવિતસ્ય ચા યસ્તપોડશ્વર તત્ત્વા ચાંડાલિની સંગમ ગતઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org