________________
જૈન શાસનના ચમકા જનારા ૯ રાહ
અર્થાત્ “રામ, રામ! મારો જન્મ અને જીવન બંને ધિક્કારને પાત્ર છે. જે ઘોર તપસ્વી હતો તેનું પતન ચાંડાલિનીથી થયું.” - શ્રી તીર્થંકરદેવે પણ કહ્યું છે કે, “કિપાક નામનાં દેખાવડાં, સુગંધી ને મધુરાં ફળો મનને ગમે તેવાં હોય છે, પણ તેને ખાનાર અવશ્ય મૃત્યુ પામે છે; તેમ વિષયભોગ ભોગવવા સારા લાગે છે, પણ પરિણામે સંસારના મહાદુઃખો ને જન્મ-મૃત્યનો મોટો વધારો કરે છે.”
ઇત્યાદિ રોહિણીનાં આધ્યાત્મિક વચનો સાંભળી રાજાએ રોહિણીની ઘણી પ્રશંસા કરી. પોતાની ઘેલછા માટે પશ્ચાત્તાપ કરીને કહ્યું, “રોહિણી! તું અમારા દેશનું ગૌરવ છે. હલકી વાતો કહેનારા આ સંસારમાં ઘણા હોય છે પણ હિતની વાત કહેનારા ક્યાં મળે?” ઈત્યાદિ શ્લાઘા કરી સ્વદારાસંતોષ વ્રત લઈ રાજા મહેલે આવ્યો.
કેટલાક વખત પછી ધનાવહ શેઠ ઘણી કમાણી કરીને પરદેશથી ઘરે આવ્યા. કોઈના મોઢે રાજાના અત્રે થયેલા આગમનની વાત સાંભળી. શેઠને શંકા થઈ કે, “અહીં આવેલો રાજા આવી યુવાન રૂપાળી એકલી સ્ત્રીને છોડે નહીં.” આથી શેઠનું મન રોહિણી પરથી ઊતરી ગયું. આખી રાત તેણે પડખાં ઘસીને કાઢી. રોહિણી સાથે બોલવાનું પણ મન થયું નહીં. થોડો વખત આમ ચાલ્યું. ચોમાસાના દિવસોમાં એક વખત નદીમાં પૂર આવ્યું ને તેમાં આખુંય નગર ઘેરાઈ ગયું. જનતા ભયથી ધ્રૂજવા લાગી. કોઈ રીતે પાણી ઊતરે નહીં ને સપાટી ભયજનક સ્થિતિએ પહોંચી. રોહિણીને પતિના વ્યવહારથી ઘણું લાગી આવ્યું હતું. તેણે યોગ્ય પ્રયત્નો કર્યા, પણ છેવટે તે ધર્મ પર આસ્થા રાખીને બેઠી. રોહિણીએ પોતાના સતની કસોટીની ક્ષણ આવી મળી છે એમ માની તેણે ગામના ગઢ ઉપર ચઢી હાથમાં જળ લઈને કહ્યું, “હે નદીદેવી! જો ગંગાના પાણીની જેમ મારું શિયળ શુદ્ધ હોય તો તારાં જળ નગરથી દૂર લઈ જા.” નગરલોકની સમક્ષ જ આટલું બોલતાં તો આશ્ચર્યજનક રીતે પાણી પાછું ઊતરવા લાગ્યું ને થોડી વારમાં તો પાણી નદીકાંઠાઓની મર્યાદામાં વહેવા લાગ્યું. ધનાવહ શેઠ બહુ રાજી થયા. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org