________________
[૮૦]
રોહિણી
પાટલીપુરમાં નંદરાજાનું રાજ. ત્યાં ધનાવહ નામે એક શેઠ. તેમને રોહિણી નામે શીલસંપન્ન પત્ની હતી. શેઠ વેપાર અર્થે સમુદ્રમાર્ગે પરદેશ ગયા હતા. રોહિણી ઘરે એકલી હતી. તે એક વાર ગોખમાં બેઠી હતી. ત્યાંથી નીકળેલા રાજાની નજર એ મુગ્ધ સુંદરી પર પડી ને રાજા મોહી પડ્યો. રાજાને લાગ્યું કે આ સુંદરી વગર બધું વ્યર્થ છે. તેણે તરત એક ચતુર દાસી રોહિણીના ઘરે મોકલી. દાસીએ આવી રોહિણીને પોતાની ઓળખ આપી અને નંદરાજાનાં વખાણ કર્યા પછી કહ્યું, “રે રોહિણી! તારાં તો ભાગ્ય ખીલી ઊઠ્યાં. તને નંદરાજા પોતે બાથમાં લઈ ભેટવા ઈચ્છે છે.” આ સાંભળી રોહિણી ધ્રૂજી ઊઠી. પણ મનને કાબૂમાં રાખી વિચારવા લાગી, “મૂહાત્માઓ પોતાના કુળના ગૌરવને નિભાવી શકતા નથી, ને ગમે તેવી ઈચ્છા જણાવતાં શરમાતા પણ નથી. ઉન્મત્ત હાથીને જેમ ઝાડને ઉખાડતાં કાંઈ વિચાર ન આવે તેમ આને મારું શિયળ નષ્ટ કરતાં કાંઈ વિચાર નહીં આવે અને એને રોકનાર તો કોઈ છે નહીં. એ ધારે તે કરે.” થોડી વાર વિચાર કરી તેણે દાસીને જણાવ્યું કે “રાત્રે રાજા ભલે આવે. હું સ્વાગત કરીશ.”
દાસી પાસેથી આ વાત સાંભળી રાજા ગેલમાં આવી ગયો. રાત પડતાં રાજા રોહિણીને ત્યાં આવી પહોંચ્યો. રોહિણીએ નીચી નજરે સત્કાર કર્યો. મુખ્ય ખંડમાં સારા આસને રાજાને બેસાડ્યો.
રોહિણીએ રાજા માટે કહેલું કેસર-બદામ-પિસ્તાવાળું દૂધ તૈયાર કરાવેલું. હવે રાજા સન્મુખ જુદા જુદા વેશ પહેરેલી નારીઓ એક પછી એક આવીને રાજા પાસે અનુક્રમે રત્નનો, સોનાનો, ચાંદીનો, કાંસાનો અને તાંબાનો એમ પાંચ પ્યાલા મૂકી ગઈ અને જુદા જુદા ઓરડાઓમાંથી એ પ્યાલાઓમાં ઢેલું દૂધ રાજા સામે જ ભર્યું. આનંદમાં ડોલતા રાજાએ એક પછી એક પ્યાલામાંથી ઘૂંટડો-ઘૂંટડો ભરી સ્વાદ માણ્યો. તે બધાનો સ્વાદ એકસરખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org