________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦૪
આપી કે, “આખું અંતઃપુર સળગાવી નાખ. આ બાબતે મને બીજી વાર પૂછવા આવીશ નહીં.” એમ કહી રથમાં બેસી રાજા ભગવાનને વાંદવા ઊપડી ગયા.
દેશના સાંભળ્યા પછી રાજાએ પ્રભુજીને પૂછ્યું કે, “ચેડા રાજાની પુત્રીઓ પતિવ્રત છે કે કેમ?” પ્રભુજીએ કહ્યું, “શ્રેણિક! ચેડા રાજાની સાતે સાત પુત્રીઓ અને તારી બધી રાણીઓ સતી છે.” આ સાંભળી શ્રેણિકને ફાળ પડી કે, “ઉતાવળમાં મેં અનર્થ કરી નાખ્યો. ક્યાંક અભયકુમાર રાણીવાસ બાળી ન નાખે.” એમ વિચારી રાજા ઝડપથી નગર ભણી ચાલ્યા.
અહીં અભયકુમારે વિચાર્યું કે, મહારાજાએ ગંભીરતાપૂર્વક વિચાર્યા વગર ઉતાવળે નિર્ણય લીધો છે, જે પાછળથી કદાચ સંતાપકારી થઈ પડે; પણ એમની આજ્ઞાનું પાલન તો કરવું જ જોઈએ.” એમ વિચારી રાણીના મહેલમાંથી બધા માણસો અને જાનવરો આદિને બહાર કઢાવી તેમાં રહેલાં ઘાસલાકડાં વગેરે અગાશીમાં ભેગાં કરીને સળગાવ્યાં. ધીરે ધીરે મકાન ઉપર આગ ફેલાતી ગઈ. ધૂમાડાના ગોટેગોટા આકાશ તરફ જવા લાગ્યા. કામ પતાવી અભયકુમાર પણ મહાવીરદેવને વાંદવા ચાલ્યા. રસ્તામાં સામે શ્રેણિક મહારાજાનો રથ આવતો દેખાયો. શ્રેણિકે બધે ધૂમાડો જોઈ અભયને પૂછ્યું, “અભય! શું કર્યું?” તે બોલ્યો, સળગાવી દીધું.” તે સાંભળી શ્રેણિક ખિજાઈને બોલ્યા, “ભારે ઉતાવળિયો! આજે તારી બુદ્ધિ નાસી ગઈ? ચાલ, આઘો ખસ. તારું મોટું મને બતાવીશ નહીં.” અભયે કહ્યું, “મારે તો આપનું વચન પ્રમાણ છે.” બસ, એટલી જ વાર! અભયે સમવસરણ તરફ જોરથી જવા માંડ્યું અને પ્રભુ પાસે આવી દીક્ષા લીધી.
આ બાજુ શ્રેણિકે બળતા મહેલ પાસે આવીને જોયું તો મહેલ તથા બાજુનાં ઝુંપડાં બળી ગયાં હતાં અને રાણીઓ આનંદમાં હતી. રાજાએ વિચાર્યું, “ક્યાંક અભય દીક્ષા ન લઈ લે. કેમ કે મેં “ચાલ, આઘો ખસ. તારું મોઢું બતાવીશ નહીં.” એમ કહી દીધું છે. અને મારતે ઘોડે શ્રેણિક સમવસરણમાં આવ્યા. ત્યાં અભયકુમારને મુનિવેશમાં જોઈ બોલ્યા, “આખરે હું ઠગાઈ ગયો. તમે તમારું કામ કરી લીધું. આટલો વખત મેં તમને દીક્ષામાં અંતરાય કર્યો, તે માટે ખાવું છું.' ઇત્યાદિ કહી તેમની પ્રશંસા-વંદના આદિ કરી, શ્રેણિક પાછા વળ્યા. અભયકુમાર મુનિ પણ શ્રી મહાવીર પ્રભુની ચરણસેવા કરી શ્રુતાભ્યાસ, તપશ્ચર્યા આદિથી શ્રમણધર્મ આરાધી પ્રાંત અણસણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઊપન્યા.
૧. રાણી ચેલણાના પિતાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org