________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૩
આ સ્થળનો મૂળ માલિક વાળીનાથ, આ કામમાં ઉપદ્રવ કરવા લાગ્યો, અને દિવસે કામ થાય છે તે રાત્રે પાડી નાખે. એમ ઘણા વખત સુધી ચાલ્યું. અંતે એક રાત્રે વિમળ શાહ પોતે ખુલ્લી તલવાર લઈ એ જગ્યાએ સંતાઈ રહ્યા, અને અર્ધી રાત્રીએ વિકરાળ વાળીનાથ આવ્યો ત્યારે છલાંગ મારી તેને પકડવો આ અણધાર્યા આક્રમણનો સામનો વાળીનાથ ન કરી શક્યો. તે તેજહીન સ્કૂર્તિહીન બની ગયો. હાથ જોડી ક્ષમા માગી ત્યાંથી ભાગી છૂટ્યો.
હવે જિન મંદિરનું કામ નિર્વિને ચાલવા માંડ્યું. ખર્ચ હજુ વધુ થવું જોઈએ એવા વિચારે સોનાથી મંદિરનું કામ કરાવવા માંડ્યું પણ ત્યાંના અગ્રણી નગરજનોએ સમજાવ્યું કે મંદિર સોનાનું હશે તો લુંટારાની નજરમાં વસી જશે અને એનો જલદી નાશ થશે.આવી સમજથી ફક્ત આરસનું જ કામ હવે પછી કરવા શીલ્પીઓને જણાવ્યું.
ચૌદ વર્ષ આ મંદિર બાંધતાં લાગ્યાં. અઢારભારની ધાતુની મૂળનાયક દેવાધિદેવ ઋષભદેવની પ્રતિમાજી ભરાવ્યા. ખૂબ જ ધામધૂમપૂર્વક આચાર્યશ્રી ધર્મઘોષસૂરિશ્વરજીની નીશ્રામાં પ્રતિષ્ઠા થઈ. આ પ્રાસાદનું નામ વિમલસહિ રાખ્યું. આ અદભુત મંદિરો જોવા આજે પણ ઘણા લોકો દેશ-પરદેશથી આવે છે અને વિમળ શાહના ઉમદા કામ ઉપર વાહવાહના ઉદ્ગારો વર્ષાવે છે.
વિમળ શાહના આ બધાં કામોમાં એમનાં પત્ની શ્રીદેવીનો સારો સાથ હતો. પણ શ્રીદેવીને એક મનમાં વસવસો હતો. તેમને કોઈ સંતાન ન હતું. વિમળ શાહને પણ આ અંગે ઊંડી ચિંતા રહેતી, એ હતી સંતાનની ઝંખના. - સ્વર્ગ સમું સુખ માનતા આ પતિ-પત્ની ખોળાનો ખૂંદનારની પ્રાપ્તિ માટે જે કંઈ કરવું પડે તે કરવા તૈયાર હતાં. ધર્મ પસાથે એક રાત્રે શ્રીદેવીને ભવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેમના કુળદેવી દેખાયાં અને બોલ્યાં : આવતા ભાદરવા સુદ૧૪ના રોજ અડાજન ગામના મારા ધામમાં પતિ-પત્ની બન્ને આવજો,અને બરાબર મધ્યરાત્રીએ ૭ નારીયેલ વધેરી માંગી લેજો જે જોઈએ તે હું ચોક્કસ વરદાન આપીશ. તમારી જે કોઈ કામના હશે તે પૂરી થશે.
ભાદરવા સુદ ૧૪ને થોડાક જ દિવસની વાર હતી. આવી પહોંચ્યો તે દિવસ. વિમળ શાહ તથા શ્રીદેવી બરાબર સાંજે પાંચ વાગ્યે અડાજન કુળદેવીના ધામે આવી પહોંચ્યા. હજુ રાતના ૧૨ વાગવાની ઘણી વાર હતી એટલે ધામની બાજુમાં એક ઝાડ નીચે વખત વિતાવવા બેઠા. આ ઝાડની બાજુમાં જ એક વાવ હતી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org