________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૨
પદ ધારણ કર્યું.
વિમળ શાહ એક પછી એક રાજ જીતતા ગયા. બંગાળમાં રોમ નામના નગરનો બાદશાહ હિન્દુઓને બહુ સતાવતો હતો. આ ખબર મળતાં વિમળ શાહે તેના ઉપર ચઢાઈ કરી જીતી લીધો અને બધે જૈન ધર્મનો ડંકો વગડાવ્યો.
સાતે વ્યસનોનો એટલે માંસ, મદિરા, ચોરી, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રી ગમન, અને જુગારના બધે સખ્ત કાયદા કરાવીને ત્યાગ કરાવ્યો. સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય તેનું સતત ધ્યાન રખાતું હતું.
શેત્રુંજય તથા ગિરનારની ત્રાઓ વારંવાર કરતા અને મોટો કરી પાળતો સંઘ કાઢી સંઘપતિ થવાનો લહાવો પણ લીધો.
આ બધું જાણ્યા પછી રાજા ભીમદેવ પસ્તાયો. એને ખાતરી થઈ કે વિમળ શાહ સાચા સ્વામીભક્ત હતા. ખોટી રીતે તેમને પજવી તેમની માન હાનિ કરી હતી. હવે પસ્તાવારૂપે ભીમદેવે છત્ર-ચામરની ભેટ મંત્રીશ્વરને મોકલી કહેવડાવ્યું કે હું હાથ જોડીને તમને જણાવું છું કે તમારી સાથે મારે કોઈ વેરભાવ નથી અને હવેથી ચંદ્રાવતીનું રાજ્ય તમને સોપું છું. હવેથી તમે જ ચંદ્રાવતીના રાજા છો.
થોડા વખતમાં જૈનાચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી ત્યાં પધાર્યા અને આબુ ઉપર સુંદર દહેરાસર જો બને તો એક ભવ્ય તીર્થ થાય એ માટે સદુપદેશ આપ્યો. આ વાત વિમળ શાહને જચી ગઈ અને ગુરુજીના ઉપદેશને શિરોધાર્ય કર્યો, અને ચતુર્વિધ સંઘ સાથે આરાસણ જઈને અન્ન-જળનો ત્યાગ કરી અંબાજી દેવીની આરાધનામાં લીન બની ગયા. ત્રીજા ઉપવાસની રાત્રે ત્રણ દેવીઓ ચક્રેશ્વરી. પદ્માવતી તથા અંબા પ્રસન્ન થયાં અને તેમની માગણી પ્રમાણે આબુ ઉપર જૈન મંદિરનું નિર્માણ કરી શકશો એવું વરદાન આપ્યું.
વિમળ શાહે હવે ઘણું ધ્યાન આબુ પર્વત ઉપર જૈન ચૈત્ય બનાવવામાં આપવા માંડ્યું. જમીન લેવાના પ્રયત્નો શરૂ કર્યા. મિથ્યાત્વીઓએ જગ્યા માટે ભારે ઝઘડો કર્યો. અંતે જગ્યાના બદલામાં સ્વર્ણમહોરો બીછાવી જગ્યા ખરીદી. પાંચ કરોડ ટાંક આ માટે ખરચ્યા.
કાર્યના શ્રીગણેશ થયા. શલ્પીઓ કામ ઉપર લાગી ગયા. પાયો નાખવા સાત માથોડા ઊંડા ખાડા ખોદવ્યા. ચાંદી ગાળી એની ઈટો બનાવી પાયો એનાથી પૂર્યો. ૧. છરી : ૧. સચીત પરીહારી, ૨. એકલ આહારી, ૩. બ્રહ્મચારી,
૪. ભૂમી સંચારી, ૫. પાદવિહારી, ૬. આવષ્યકધારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org