________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૮૧
કેટલાક મળતિયાઓએ સલાહ આપી કે સિંહને પીંજરામાં રાખી જ્યારે વિમળ શાહ રાજ્યસભામાં આવે ત્યારે આ પીંજરું ખોલી નાખવું. વિમળ શાહ એની સાથે બાખડશે ત્યારે સિંહ વિમળ શાહને ફાડી ખાશે ને રાજાની ઇચ્છા પૂરી થશે.
આ રચેલ યોજના પ્રમાણે રાજ્યદરબારના દરવાજે સિંહનું પાંજરું રાખ્યું અને વિમળ શાહ જ્યારે આવ્યા ત્યારે પાંજરું ખોલી નાખ્યું. સિંહ બહાર આવ્યો. સામે વિમળ શાહ ઊભા હતા. વિમળ શાહે સિંહ સામે આંખનું ત્રાટક કર્યું. સિંહ બકરી જેવો બની ગયો. વિમળ શાહે સિંહનો કાન પકડી પાંજરે પૂરી દિધો.
ભીમદેવની ઇચ્છા પૂરી ન થઈ. હવે વળી કોઈ બીજો રસ્તો શોધવા માંડ્યો. કેટલાક દ્રષીઓએ એક રસ્તો બતાવ્યો કે અમુક પહેલવાનો બોલાવી તેમની સામે કુસ્તી કરવા વિમળ શાહને કહેવું. આ નામી પહેલવાનો સામે વિમળ શાહ ટકી નહીં શકે. રાજાને વાત ગમી ને પહેલવાનો ખાનગીમાં બોલાવી દીધા, અને ભીમદેવે આ પહેલવાનોનું ગુમાન ઉતારવા વિમળ શાહ સામું જોયું. વિમળ શાહ તૈયાર જ હતા. કુસ્તી જામી, અને થોડા દાવ-પેચ ખેલ્યા બાદ વિમળશાહે પહેલવાનને ભોંય ભેગો કરી હરાવ્યો. વિમળ શાહનો જય જયના પોકારો ઊડ્યા. પણ ભીમદેવ તો અંદરથી સળગી ઊઠ્યો. આ તે કેવો માણસ છે! કોઈ રીતે તેને ખલાસ કરી શકાતો નથી. ભીમદેવ હતાશ થઈ ગયો.
કેટલાક અફસરોએ છેલ્લે એક રસ્તો બતાવ્યો કે વિમળ શાહ પાસે રાજ્યનું મોટું લેણું નીકળે છે. લાહીર મંત્રીના વખતનું. તે રકમ ખાસી છપ્પન કરોડ જેવી છે તે માગવી. આ રકમ વિમળ શાહ નહીં આપી શકે. એટલે તેમને રાજ્યમાંથી દૂર કરવા. રાજાએ આ અખતરો અજમાવ્યો અને વિમળ શાહ સમજી ગયા કે ચોક્કસ રાજાના કાન કોકે ભંભેર્યા છે અને મને મારી નાખવાના કે અહીંથી હઠાવવાના આ બધાં કારસ્તાનો થઈ રહ્યાં છે. આવી સમજ આવી જવાથી વિમળ શાહ તેમનાં પત્ની સાથે માલવણ આવી ગયા. વિમળ શાહ માલવણ આવતાં તેમની સાથે ૫૦૦૦ ઘોડેસવારો તથા ૧૬૦૦ ઊંટ ઉપર લાદેલ સૌનૈયા, હાથી, રથ વગેરે સાથે લાવ્યા.
અહીં આવ્યા બાદ ચંદ્રાવતીનો રાજા ધંધુખલાડી વિમળ શાહ સાથે બાથ ભીડવા આવ્યો પણ અહીંની રણભેરી સાંભળીને મૂછિત થઈ ગયો. લડ્યા વગર જ વિમળ શાહે ચંદ્રાવતી ઉપર અધિકાર જમાવી દીધો અને રાજા ભીમદેવનો ઝંડો લહેરાવ્યો અને ભીમદેવનું શાસન ઘોષિત કર્યું, અને તેમના દંડનાયકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org