________________
[૨૧]
ભદ્રબાહુ સ્વામી બે બ્રાહ્મણકુમાર જેઓ ભદ્રબાહુ અને વરાહમિહિર નામના તેઓ પ્રતિષ્ઠાનપુર નગરમાં રહેતા હતા. તે બન્નેએ શ્રી યશોભદ્રસૂરિજી પાસે બોધ પામી દીક્ષા લીધી હતી. મોટા ભાઈ ભદ્રબાહુ મુનિ જ્ઞાન, ધ્યાન-સંયમમાં ઘણો વિકાસ સાધી ચઉદપૂર્વ-શ્રુતકેવળી થયા, આચાર્ય પદવી પામ્યા અને તેમણે દસ વૈકાલિક, આવશ્યકસૂત્ર આદિ દશ ગ્રંથો પર નિર્યુક્તિ રચી. વરાહમિહિર અસ્થિર અને અભિમાની હોઈ ગુજીએ તેમને આચાર્ય પદવી ન આપી. તેથી તેમણે સંસારી મોટા ભાઈ ભદ્રબાહુ સ્વામીને આચાર્ય પદવી આપવા કહ્યું. ભદ્રબાહુ સ્વામીએ ગુરુ મહારાજની આજ્ઞા લાવવા કહ્યું. જે આજ્ઞા ન મળવાથી ક્રોધિત થઈ તે મુનિવેશ છોડી ગૃહસ્થ થઈ ગયા, અને નિર્વાહ માટે જ્યોતિષીનો ધંધો શરૂ કર્યો. પોતાની આપબડાઈ બહુ જ કરવા માંડી. કુંડલીય નવમાંશ અને લગ્ન કાઢવામાં હું નાનપણથી જ હોશિયાર છું. સતત જ્યોતિષના વિચારો મારા મગજમાં ઘોળાતા હોય છે. એક વાર હું જંગલમાં ગયો હતો ત્યાં એક મોટી શીલા ઉપર મેં સિંહલગ્ન કાર્યું (આંક્યું). તેને ભૂંસવું હું ભૂલી ગયો અને ઘેર આવ્યા બાદ યાદ આવવાથી રાત્રી હોવા છતાં હું એ ઘોર વનમાં ગયો. ત્યાં જઈને જોયું તો મારી આંકેલી લગ્ન કુંડલી ઉપર વનનો રાજા સિંહ બેઠેલો હતો. પણ મેં જરાય ગભરાયા વગર સિંહની નીચે હાથ નાંખી લગ્ન કુંડલી ભૂંસી નાખી. મારા આ સાહસથી સિંહલગ્નના સ્વામી સૂર્યદેવ પ્રસન્ન થઈ પ્રગટ થયા. તેમણે જે ઈષ્ટ હોય તે માંગવા કહ્યું. મેં તેમને જ્યોતિષ ચક્ર, ગ્રહચાર, નભોમંડલ, નક્ષત્રગતિ બતાવવા અને મર્મ સમજાવવા કહ્યું. તેમણે પોતાના વિમાનમાં બેસાડી સંપૂર્ણ આકાશ મંડળ અને ગ્રહ-નક્ષત્રાદિની ગતિ દેખાડી. તેથી ૧. ચઉદપૂર્વનું જ્ઞાન ૨. શબ્દના અક્ષરોનું વિભાજન કરી ગોઠવાતો અર્થ જેમ કે અરિ એટલે શત્રુને, હત્ત એટલે
હણનાર તે અરિહંત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org