________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૦૦
જ્યોતિષ સંબંધી ઊંડું જ્ઞાન મારી પાસે હોય તે સ્વાભાવિક જ છે. આવા આવા બણગાં તે ફંક્યા કરતો. આવી આવી વાતોથી તેને ઠીક ઠીક પ્રસિદ્ધિ મળી. ત્યાંના મહારાજા જિતશત્રુએ તેને રાજજ્યોતિષી અને પુરોહિતની રાજમાન્ય પદવી આપી. તે જેનોનો દ્વેષ કરવા લાગ્યો. કેટલીક વાર જૈનોની વિરુદ્ધ રાજાના કાન ભંભેરે. ધર્મની નિંદા પણ કરે - કરાવે.
વરાહમિહિરના આવા જૈનો વિરોધી પ્રચારોનો સામનો કરવા ત્યાંના જૈનોએ શ્રી ભદ્રબાહુ સ્વામીજીને આગ્રહપૂર્વક ત્યાં પધરામણી કરાવી અને કદી ન થયો હોય એવા ઠાઠપૂર્વક તેમનો નગર પ્રવેશ કરાવ્યો. શ્રી ભદ્રબાહુ સ્વામીનાં વ્યાખ્યાનોનો ઘણો પ્રભાવ પડ્યો. ઠેર ઠેર તેમની પ્રજ્ઞા, પ્રવચન આદિની પ્રશંસા થવા લાગી. આ બધું જોઈ-સાંભળી વરાહમિહિરને અપાર ખેદ અને બળતરા થઈ.
એવામાં રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. વરાહમિહિરે તેની જન્મકુંડળી બનાવી. રાજકુમારનું પૂરું સો વર્ષનું આયુષ્ય અને અદ્ભુત પ્રભાવની આગાહી કરી. બીજા પંડિતોએ પણ શુભયોગો આદિની વાતો કરી. રાજા ઘણા પ્રસન્ન થયા. ગામના ગણ્ય-માન્ય પ્રતિષ્ઠિત માણસો રાજમહેલમાં કુમાર જન્મનો આનંદ પ્રગટ કરવા આવી ગયા. વરાહમિહિરે લાગ જોઈ રાજાને કહ્યું, “વધામણી માટે ગામના સર્વલોક આવી ગયા પણ જૈનોના આગેવાન ભદ્રબાહુ નથી આવ્યા. આવા ઈર્ષાળુને ગામથી દૂર કરવા જોઈએ.”
આ સાંભળી રાજાએ મંત્રીને નહીં આવવાનું કારણ જાણવા શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યો. તેને આચાર્યશ્રીએ કહ્યું, “મંત્રી! સાતમે દિવસે બીલાડીથી કુમારનું મૃત્યુ થવાનું છે, પછી તેના જન્મ માટે શું આનંદ કરીએ? પુત્રના મૃત્યુથી ઊપજેલા આઘાતમાંથી ઉગારવા અને ધર્મમય આશ્વાસન દેવા જરૂર આવશું. મંત્રીએ આ વાત રાજાને જણાવી. તેથી બધા ઊંડી ચિંતામાં પડી ગયા.
સૌથી પહેલા રાજાએ ગામમાંથી બધી બિલાડીઓને તગડી મૂકી અને પાછી ક્યાંયથી ન આવે તેવો પ્રબંધ કર્યો અને બાળકને ભોંયરામાં રાખી દીધો. બરાબર સાતમા દિવસે ધાવતા બાળકના માથા ઉપર દરવાજો બંધ કરવાનો હુલાડો પડ્યો અને બાળકનું મૃત્યુ થયું. વરાહમિહિર સાવ ખોટો પડ્યો અને શ્રી ભદ્રબાહુ સ્વામીના જ્ઞાન બદલ લોકોને તથા રાજાને બહુ
- -
-
-
-
- -
-
-
-
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org