________________
જૈન શાસનના ચમકતા સિતારા ૬૮
રાજા: “મહારાજ, તમે તો બહુ કરી. હવે તો મારી પાસે માત્ર આ પહેરેલ કૌપીન છે, બીજું કંઈ નથી. જો આપની આજ્ઞા થાય તો તે પણ ફેકી દઉં.
રાણી “સારું, ફેંકી દો.” તરત જ રાજાએ કૌપીન કાઢીને ફેંકી દીધું. રાજા : “કેમ મહારાજ! હવે તો હું ત્યાગી ખરો ને?”
રાણી : “નહિ, મહારાજ! હજી તમે ત્યાગી થઈ શક્યા નથી, શું એક ત્રણ તસુનું સૂતરનું કપડું ફેંકી દેવાથી ત્યાગી બની શકાય કે?
રાજા : “મહારાજ, તમારાથી થાક્યો. હવે તો મારી પાસે કંઈ જ નથી, છતાં આપ તો એમ જ કહ્યા કરો છો કે હજી તમે ત્યાગી બની શક્યા નથી! તો આપને વિનંતી કરું છું, કે ત્યાગી કઈ રીતે બની શકાય એ આપ જ કહો.”
રાણી : “જુઓ મહાત્મા, તમે રાજ્ય-પાટ, સ્ત્રી, પુત્ર, કટુંબ બધું ત્યાગી આત્મા સાક્ષાત્કાર કરવા માટે વનમાં આવ્યા છો; તેમ છતાં તમો અહીંયાં પણ એવું જ ચિંતન, સ્મરણ કરો કે, મારી સ્ત્રી શું કરતી હશે? મારું રાજ્ય કોઈ શત્રુ જીતી લેશે તો? મારો ધનભંડાર કોઈ ચોર લૂંટી જશે તો? આવા આવા ઘણા વિચારો તમે કરતા રહો છો, તો તમે જ કહો કે તમે શું કર્યું? કંઈ જ નહીં.”
હે રાજન! સાધુ અને સંન્યાસી તો અનંત વાર બન્યા છે પણ “મારું અને “હું અહં” અને “મમ” એ બન્નેનો ત્યાગ કોઈ વખત કર્યો નથી, અને મરણ વખતે પણ આ બધા શરીરાદિનો ત્યાગ થાય છે, તેથી કોઈ ત્યાગી કહેવતો નથી. ખરી રીતે આત્મ-તત્ત્વથી પર એવા અનાત્મ-તત્ત્વમાં જે મારાપણું છે તે જ ત્યાગવા યોગ્ય છે. ત્યાગનો પણ ત્યાગ કરવાનો છે. પ્રભુનો માર્ગ સર્વસ્વનો ત્યાગ માગે છે, ત્યાગનો ત્યાગ એટલે ત્યાગીપણાનું અભિમાન, અહત્વ ત્યાગવાનું છે. તેનો ત્યાગ થાય ત્યારે જ વસ્તુની પ્રાપ્તિ થાય છે. બાહ્ય પરિગ્રહ છોડવો સરળ છે. પણ અંતર પરિગ્રહ “અહ” અને “મમનો ત્યાગ જ્ઞાન વિના થઈ શકતો નથી. માટે બધા પદાર્થોમાંથી અહ-મમનો ત્યાગ કરો.”
હે રાજન! બાહ્ય ત્યાગની સાથે આંતર ત્યાગ થાય ત્યારે જ તમે ત્યાગી થાઓ. વાસ્તવમાં તો તમે ત્યાગી જ છો પણ સંસારી જંજાળ સાથે પોતાની એકરૂપતા માનીને ઉપાધિમય બન્યા છો તેના ત્યાગ વિના કલ્યાણ નહીં થાય.
રાણીનાં વચનો સાંભળી રાજાનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં અને ત્યારબાદ પરવસ્તુમાંથી “અહંકાર' “મમકાર' કાઢવાનો અભ્યાસ કરીને આત્મસાક્ષાત્કાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org