________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫૫
અપ્સરા જેવી સુંદર હતી. તેનું ઘાટીલું શરીર, સોનાની ઘંટડી જેવો રણકો, જોયા જ કરીએ તેવું યૌવન અને છટાદાર મોહક નૃત્યાં તેને જોતાં પંડિત પુરુષ પણ ભાન ભૂલી જાય. તે નૃત્યમાં એવા એવા હાવભાવ કરતી કે વિવેકી માણસ પણ ઉત્તેજિત થઈ જાય.
એક વાર તે મંડળીએ પોતાનો પોગ્રામ રાજમહેલના પ્રાંગણમાં ગોઠવ્યો. નૃત્યાંગનાનું નૃત્ય જોઈ આમ રાજા બહાવરો થઈ તેના ઉપર મુગ્ધ થઈ ગયો. એક સંસ્કૃત શ્લોક દ્વારા તેનાં ખૂબ જ વખાણ કર્યાં. કાર્યક્રમ પૂરો થતાં નૃત્યાંગના રાજા પાસે પારિતોષિક લેવા આવી. રાજા તો તેના ઉપર બધું ન્યોછાવર કરવા તૈયાર હતો. તેનું કામી મન નર્તકીએ ભોગવવા તલસી રહ્યું હતું. નર્તકીને પોતાનો ઈરાદો જણાવ્યો અને બે દિવસ પછી ત્રીજા દિવસે ઉપવનના નવા મહેલમાં સમાગમ માટે વાત પાકી થઈ ગઈ. તે બે દિવસમાં મહેલ સ્વચ્છ કરાવવામાં આવ્યો. આમ રાજા આ પતિત દશા, હીન કન્યામાં તેની આસક્તિ જ્યારે આચાર્યશ્રીએ જાણી ત્યારે તેમને આઘાત લાગ્યો : “મારી સંગતમાં રહીને પણ આવું દુષ્કૃત્ય રાજા કરે? તે ખરેખર નરક જવાનું પાપ બાંધશે. મારે તેને ગમે તે ભોગે બચાવવો જોઈએ. પણ સીધી રીતે વાત કરતાં કદાચ પરિણામ સારું ન આવે, માટે તેને અન્યોક્તિથી બોધ આપું. કાવ્યની જરૂર તેના ઉપર સારી અસર થશે.” અવસર જોઈ આચાર્યદેવ ઉપવનના મહેલ પાસે પહોંચી ગયા અને તેના બારણાની ઉપર તરત જ દૃષ્ટિ પડે એ રીતે પાણીને સંબોધીને એક શ્લોક લખ્યો, જેનો અર્થ થતો હતો:
“હે પાણી! શીતલતા તારો ગુણ છે. સ્વાભાવિક જ તારામાં સ્વચ્છતા રહેલી છે. તારી પવિત્રતાની શી વાત કરવી? અપવિત્ર પણ તારાથી પવિત્ર થાય છે. તું પ્રાણીમાત્રનું જીવન છે. આથી વધીને તારી શી પ્રશંસા હોઈ શકે? છતાં તું જ હવે જો નીચ માર્ગે ગમન કરવા તૈયાર થાય તો, હે જળ! ભલા તને કોણ રોકી શકે?”
આ ઉપરાંત એક બીજો શ્લોક લખ્યો, જેનો અર્થ થતો હતો : “જે કાર્ય કરવાથી શરમાવું પડે અને કુળને કલંક લાગે એવા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org