________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫૪
સમજી બપ્પભટ્ટસૂરિજી બોલ્યા, “તારા હાથમાં શું છે?
જવાબમાં આમ રાજાએ જણાવ્યું કે “બીજો રા' એટલે કે “હું બીજો રાજા છું.” છતાં ધર્મરાજા કાંઈ સમજ્યો નહીં.
દૂતે ધર્મરાજાના હાથમાં એક લેખ આપ્યો. તેમાં સૂરિજીને ગોપગિરિ આવવા આમંત્રણ હતું. તે લેખના પત્ર ઉપર થોડાં તુવરનાં પાંદડાં ચીટકાડેલાં હતાં ધર્મરાજાએ પૂછ્યું, “આ શું છે?
દૂતના વેશમાં આવેલ આમ રાજાએ કહ્યું, “અરિપત્ર.” જેનો અર્થ થાય તુવરનાં પાંદડાં. પણ ગુહ્ય અર્થ હતો અરિનો એટલે કે શત્રુનો પત્ર. પણ ધર્મરાજા કંઈ સમજ્યા નહીં. આમ રાજા આ રીતે રાજસભામાં રીતસર ગુરુજીને આમંત્રણ આપી વિદાય થઈ ગયા. રાત્રે એક રાજનર્તકીને ત્યાં ઉતારો કરી, સવારે એક સોનાનું કડું ભેટમાં આપી તેઓ ધર્મરાજાની રાજ્યસીમાની બહાર નીકળી ગુરુજીની રાહ જોવા લાગ્યા.
બીજા દિવસે સવારે ગુરુજીએ રાજાજીને કહ્યું : “હવે અમે ગોપગિરિવિહાર કરીશું.” ધર્મરાજાએ કહ્યું: “આપની પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા સિવાય જવાય નહીં.”
બપ્પભટ્ટસૂરિજીએ કહ્યું, “પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ! આમ રાજા જાતે આવી રાજસભામાં આમંત્રણ આપી ગયા. મેં તમારી રૂબરૂમાં આમનું નામ લઈને કહેલ કે “આવો આમ આવો.” તે દૂતના રૂપમાં આમ રાજા જ હતા.” ઈત્યાદિ બધી વાતો સમજાવી. આ બધી વાતો સાંભળી રાજા વિચારમાં પડી ગયો. હું કેવો ભોળો કે આ બધી વાતો ન સમજ્યો. ત્યાં નર્તકી આવી. આમ રાજાએ આપેલું કડું બતાવ્યું. રાજાજીને વિશ્વાસ બેઠો. રાજાજીએ ગુરુમહારાજને દુઃખતા મને રજા આપી. મહારાજ ત્યાંથી વિહાર કરી આમ રાજા સાથે ગોપગિરિ પધાર્યા. રાજા અને પ્રજાનાં આનંદથી ધર્મકરણી બપ્પભટ્ટસૂરિના નેજા નીચે ઠીકઠીક થવા લાગ્યાં.
એક વાર ગોપગિરિમાં એક નર્તક-મંડળ આવ્યું. આખી નગરીમાં તેની મોહિની ફેલાવા લાગી. સારા કલાકારો આ મંડળીમાં હતા. તેમાં એક નર્તકી જોતાં જ ભાન ભુલાવે તેવી હતી. તે ડુંબ (હલકી) જાતિની હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org