________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫૩
સાવધાનીપૂર્વક ગ્રહણ કરવું, અર્થાત્ રાજાએ જેમ કાળા સર્પના મુખને સાવધાનીપૂર્વક પકડ્યું તેમ શસ્ત્ર, શાસ્ત્ર આદિ કળા, વિદ્યા કે આજીવિકાનો ઉપાય પણ સાવધાનીપૂર્વક શીખવો, ગ્રહણ કરવો જોઈએ.)
આટલો સાચો અર્થ જાણી રાજાને સંદેહ થયો કે આવો સામાન્ય માણસ આવો ઉત્તર ન જ આપી શકે. તેણે તેને એકાંતમાં ધમકાવી સાચું બોલવા કહ્યું. છેવટે તેણે સાચી વાત જણાવતાં રાજા આશ્ચર્યમાં ડૂબી ગયો. તે વિચારવા લાગ્યો કે “કાળા સર્પની વાત મારા સિવાય કોઈ જાણતું નથી. આટલાં દૂર બેઠાં બપ્પભટ્ટસૂરિજી આ વાત જાણી શકે તો રાણીના ગુપ્ત અંગનાં નખક્ષતો પણ જાણી શકે. મેં તે વખતે આચાર્યને શંકાથી જોયા તે ભૂલ કરી. તેઓ તો સરસ્વતીના લાડકા છે. તેઓને કશું છાનું ન જ હોય. આવા જ્ઞાની, સંયમી અને મારા બાળમિત્ર આચાર્યનું મેં અપમાન કર્યું તે ઘણું જ ખોટુ થયું. એટલે આમરાજાએ આચાર્યશ્રીને સન્માનપૂર્વક પાછા બોલાવવા પ્રધાનને મોકલ્યા. તેઓએ બપ્પભટ્ટસૂરિ પાસે જઈને કહ્યું કે, “આમ રાજા પોતે કરેલી ભૂલની માફી માગે છે, માટે આપ ગોપગિરિ પધારો.”
સૂરિજીએ જવાબમાં જણાવ્યું : “તમારા રાજાને જઈને કહો કે તે રાજદરબારમાં અત્રે આવી આમંત્રણ આપે તો સૂરિજી ગોપગિરિ પધારશે. અમે ગૌડ દેશના રાજાને વચન આપેલું છે કે ગોપગિરિના રાજા જાતે આવીને આમંત્રણ આપશે તો જ અહીંથી હું ત્યાં જઈશ.”
આમ રાજાએ આ વાત જાણી, પણ શત્રુરાજાના રાજ્યમાં જવું મોટું જોખમ હતું. પણ બાળસ્નેહી અને આચાર્યગુરુને બોલાવી લાવવા માટે ગમે તેવું જોખમ ખેડવાને તેઓ તૈયાર હતા. એટલે ઊંટ ઉપર બેસી વેશ બદલી ગૌ દેશ આવી ગયા અને રાજસભામાં જ્યારે શ્રી બપ્પભટ્ટસૂરિજી હાજર હતા ત્યારે દૂતના વેશમાં પહોંચી ગયા. સુરિજીએ તરત આમ રાજાને ઓળખી લીધા અને કહ્યું, “પધારો, આમ! આવો.” પણ ગૌડદેશનો રાજા કે જેનું નામ ધર્મરાજા હતું તે આ વાત સમજ્યો નહીં. આમ રાજા સમજી ગયા કે આ રીતે મને નામથી સંબોધી તેમણે ગૌડ દેશના રાજાને આમ રાજા આવ્યા છે તે જણાવી દીધું. | મુખ્ય દૂતના રૂપમાં આમ રાજાના હાથમાં બીજોરા રાખ્યા હતા. વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org