________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૫૨
વ્યથાથી મુખભંગ થાય છે.)
આ સાંભળી રાજા લિજ્જત થયો, સાથે ગુરુજી પર અણગમો, સંદેહ અને અનાદર પણ જાગ્યો. વિચક્ષણ આચાર્ય આ વાત સમજી ગયા અને તેમણે ઉપાશ્રયના દરવાજા પર એક શ્લોક લખી વિહાર કર્યો. શ્લોકનો અર્થ એમ હતો કે “હે રાજા! અમે જઈએ છીએ. અમારું શું થશે એની ચિંતા તું કરીશ નહીં. અમારું સન્માન ફક્ત તારી પાસે જ નહીં, જ્યાં જઈશું ત્યાં થવાનું જ છે. તારું કલ્યાણ થાઓ.''
શ્રી બપ્પભટ્ટીસૂરિજી ત્યાંથી વિહાર કરી ગૌડદેશમાં આવ્યા. ત્યાંના રાજાએ તેમનો સત્કાર કર્યો. તેને ઘણો જ આનંદ થયો અને ખૂબ જ આગ્રહ કરી તેણે આચાર્યશ્રીને ત્યાં જ રોક્યા. ‘જ્યાં સુધી તમારા આમ રાજા તમને જાતે બોલાવા આવે નહીં ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નહીં એવી આચાર્યશ્રી સાથે શરત પણ કરી. તે નગરમાં ઉલ્લાસમય વાતાવરણ તથા ધર્મની હવા જોરથી ફેલાઈ.
આ તરફ વિહારના ખબર જાણી આમ રાજા વ્યથિત થયો, ઉપાશ્રય ઉપર લખેલ શ્લોક વાંચી તેને આઘાત લાગ્યો. આચાર્યશ્રીના વિરહથી તેને સૂનું સૂનું લાગવા લાગ્યું. કેમે કરી તેના દિવસો વીતતા ન હતા.
એક વાર આમ રાજા જંગલમાં ગયા હતા. ત્યાં એક કાળા સર્પની ડોક-ગરદન પકડી લીધી. પકડાયેલા સર્વે શરીરનો શેષ ભાગ રાજાના હાથને વીંટી દીધો. રાજાએ હાથ પર વસ્ત્ર લગાવ્યું અને રાજસભામાં આવી બધાને પૂછ્યું :
‘શસ્ત્ર શાસ્ત્ર, કૃષિવિદ્યાચદા યો યેન નીવતિા' (શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી વિદ્યા કે અન્ય કોઈ પણ જીવિકાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ કે જેથી માણસ સુખે જીવે?) મોટા પંડિતોએ તો ઘણા જુદા જુદા જવાબો આપ્યા, પણ રાજાને જોઈતો ઉત્તર ન મળતાં તેણે ઢંઢેરો પિટાવ્યો કે આના અભિપ્રાયની જે
બરાબર પૂર્તિ કરી આપશે તેને એક લાખ સુવર્ણમુદ્રાઓ રાજા આપશે. આ સાંભળી એક ધૂર્ત બપ્પભટ્ટીસૂરિજી પાસે જઈ સમસ્યાનો જવાબ લઈ આવ્યો. આવી રાજસભામાં તેણે જણાવ્યું કે
‘સુગૃહીત આર્તવ્ય સર્પમુä યથા।' (કાળા સર્પના મુખને જેમ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org