________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫૧
વહોરીએ?” તેમની નિસ્પૃહતા જોઈ રાજા તેમના ચરણમાં ઢળી પડ્યો અને કોઈ પણ આદેશની માગણી કરી. આથી સૂરિજીના ઉપદેશથી રાજાએ એકસો હાથ ઊંચો શ્રી મહાવીર સ્વામીનો મહાપ્રાસાદ બંધાવ્યો અને તેની પ્રતિષ્ઠા કરાવી અપૂર્વ લાભ લીધો.
આમ રાજાને બપ્પભટ્ટસૂરિનું ઘેલું ખરેખર લાગ્યું. જ્યાં સુધી સૂરિજી ગોપગિરિ (ગ્વાલિયર)માં હોય ત્યાં સુધી દરરોજ રાજા ઉપાશ્રયમાં તેમને મળવા જાય અથવા સૂરિજી તેમને મળવા મહેલ ઉપર આવે. રાજાએ સૂરિજી પાસે ધર્મ, નીતિ, રસ, અલંકાર, છંદ, જ્યોતિષ, વ્યાકરણ, કાવ્ય, કોશ આદિનો અભ્યાસ કર્યો. આમ જ્ઞાનમય વાર્તાવિનોદમાં રાજાના દિવસો અતિ-આનંદમાં વીતતા હતા.
એક દિવસ મધ્યાહુને રાણીવાસમાં આવેલા રાજાએ પટરાણીને લજ્જાથી લાલ મુખ અને શૂન્ય ભાવવાળી જોઈ. થોડી વારે તેઓ રાજ્યસભામાં આવ્યા. ત્યાં શ્રી બપ્પભટ્ટસૂરિજી પણ આવી પહોંચ્યા. રાજાએ નમન કરી મોઘમમાં જ સમસ્યાનું એક પદ કહ્યું :
“જ્ઞવિ સ પરિત મતમુહી અત્ત પમાળા' (હજી પણ કમલમુખી પોતાના પ્રમાદથી ખેદ પામે છે.)
આ પૂર્વપદના ઉત્તરમાં આચાર્યશ્રીએ તરત જ ઉત્તરપદ આ પ્રમાણે કહ્યું:
“પુલ્વવિવુદ્ધ તપ નીચે પછઠંદ્ર અં' (કારણ કે પહેલા જાગેલા રાજાએ સૂતેલી રાણીનાં ઉઘાડાં અંગ ઢાંક્યાં - તેથી રાણી હજી લજ્જાથી ખેદિત છે.)
આચાર્યશ્રીની આવી અવગાહનશક્તિથી રાજા આશ્ચર્ય અને લજ્જા પામ્યો. વળી એક દિવસ આમ રાજાએ ગુરુને કહ્યું :
“વાતા વંતી પણે પણે મુદા” (રાણી ચાલતી વખતે પગલે પગલે શા માટે મુખભંગ કરે છે? ચાલતાં તેનું મુખ ખિન્ન કેમ થાય છે?)
શ્રી બપ્પભટ્ટસૂરિજીએ જવાબ આપ્યો :
“નૂ સમાપયે મતિયા છિદ્ર નહપતિ’ (ખરેખર ગુપ્તભાગમાં નખપંક્તિનાં તાજાં ચિહ્નો સાથે કટિમેખલા - કંદોરો ચાલતાં ઘસાય છે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org