________________
જન શાસનના ચમકા સિતારા ૦ ૧૫૬
કાર્યને કુળવાન ગળે પ્રાણ આવે તોપણ, ન જ કરે.”
બીજે દિવસે રાજા મહેલ જોવા આવ્યો. ત્યાં દરવાજાના ઉપરના ભાગમાં ખડીથી બે શ્લોક લખેલા જોયા. વાંચતાં જ રાજા સમજી ગયો કે આ કાર્ય મારા કલ્યાણમિત્ર સિવાય કોણ કરે? ગુરુજીના અક્ષર તો ઓળખતો જ હતો. તેને ભાન થયું કે “આવા વિષમ સમયમાં તેમણે મને સાચવી લીધો. કેવું અકાર્ય કરવા હું પ્રવૃત્ત થયો હતો? ધિક્કાર છે મારા જીવનને! હવે હું કયા મોઢે ગુરુજીની સામે ઊભો રહી શકીશ? હું કેવો ચોકખો! કેવું મારું કુળ અને આવો રાણીઓનો યોગ છતાં કેવી નીચ વૃત્તિ! હવે એક જ રસ્તો છે મૃત્યુનો. લાંછિત જીવન કરતાં તો મૃત્યુ સારું.”
તેણે આ માટે પૌરાણિક-પુરોહિતાદિને પૂછવા બોલાવ્યા અને આ પાપ કેમ ધોવાય તે પૂછ્યું. પૌરાણિકોએ કહ્યું, “આવાં પાપ ધોવા માટે સ્મૃતિમાં લખ્યું છે કે “ચાંડાલ સ્ત્રીના રૂપ-વર્ણવાળી લોઢાની પૂતળી બનાવી તેને અગ્નિમાં લાલચોળ તપાવી તેનું આલિંગન કરવાથી ચાંડાળ સ્ત્રીના સમાગમના પાપથી માણસ મુક્ત થાય છે.”
રાજા તેઓના કહેવા પ્રમાણે કરવા તૈયાર થયો. આ વાત જાણવાથી બપ્પભટ્ટસૂરિ ત્યાં આવ્યા અને તેને સમજાવતાં
કહ્યું...
હે ભોળા રાજા! તે સંકલ્પમાત્રથી પાપ કર્યું છે. ખરેખર તનથી તે સમાગમ કર્યો નથી. આવાં પાપો પશ્ચાત્તાપથી ધોવાઈ જાય છે. તું શા માટે પતંગિયાની જેમ વ્યર્થ બળી મરે છે? તું દયાસાગર પરમાત્મા જિનેન્દ્રદેવનો લાંબા કાળ સુધી ધર્મ આચર અને આત્માને કલ્યાણમાર્ગે લઈ જા.”
આ સાંભળી ગુરુમહારાજની આજ્ઞા શિરોધાર્ય કરી તે રાજમહેલમાં પાછો ફર્યો અને ધર્મધ્યાન-અનુષ્ઠાનમાં સાવધાન થયો.
થોડા દિવસ બાદ તેણે આચાર્યશ્રીને પૂછ્યું : “હું ગયા ભવમાં કોણ હતો વારુ”
આચાર્યશ્રીએ તેનો જવાબ બીજે દિવસે આપવા જણાવ્યું. ગુરજીએ રાત્રે ઉપાશ્રયમાં સરસ્વતીદેવીને આરાધ્યાં. તેમને પૂછી જોયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org