________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૧૩૫
ને તેથી જ મહાઘોર દુઃખ આપનારું કેવું દુષ્ટ વચન આ રજ્જા સાથ્વી બોલ્યા? ઈત્યાદિ શુભ ધ્યાને સવિશેષ શુદ્ધિ થતાં તે સાધ્વી કેવળજ્ઞાન પામ્યાં. દેવોએ તરત કેવળીનો મહિમા કર્યો અને ધર્મદેશના આપી.
દેશનાને અંતે રજ્જા સાધ્વીએ વંદન કરીને પૂછયું : “મને શાથી આવો રોગ થયો?”
કેવળીએ કહ્યું, “રજ્જા! તમને રક્તપિત્તનો રોગ હોવા છતાં સ્નિગ્ધ આહાર વધુ પડતો લેવાથી, ને એ આહારમાં કરોળિયાની લાળ મિશ્રિત હોવાથી અને વધુમાં તમોએ સંચિત પાણીનો ઉપયોગ કર્યો તેથી શાસન દેવીથી સહેવાયું નહીં. બીજાં પણ આવું અકાર્ય ન કરે એવા ઉદેશથી કર્મનું ફળ તમને તરત આપવામાં આવ્યું. આમાં ઉકાળેલા પાણીનો જરાયે દોષ નથી.”
આ સાંભળી રજા સાધ્વીએ પૂછ્યું, “ભગવાન! વિધિપૂર્વક હું પ્રાયશ્ચિત્ત લઉં તો મારું શરીર સારું થાય ને?” કેવળીએ કહ્યું, “હા, જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો અવશ્ય સારું થાય.” રજ્જાએ કહ્યું, “તો આપ જ આપો. આપના જેવું કોઈ ક્યાં મળવાનું છે?” કેવળી બોલ્યાં : “તમને બાહ્ય રોગની ચિંતા છે, પણ તમારા અંતરંગ રોગો ઘણા વૃદ્ધ પામ્યા છે તે શી રીતે જશે? છતાં હું તમને પ્રાયશ્ચિત્ત આપું છું. પણ એવું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તમારા આત્માની શુદ્ધિ થાય, કારણ કે તમે સર્વ સાધ્વીઓને કહ્યું છે કે, “આ અચિત્ત જળ પીવાથી મને રોગ થયો. આ દુષ્ટ વચનથી તમે સર્વ સાધ્વીઓના મનને ડહોળી નાખ્યું છે ને તેથી તેમની શ્રદ્ધામાં ક્ષોભ ઉત્પન્ન કર્યો છે. તમે તો મહાપાપ જ ઉપજાવ્યું છે. તેથી તમારે કોઢ, ભગંદર, જળોદર, વાયુ, ગુલ્મ, શ્વાસ, ગંડમાળ આદિ અનેક મહારોગોથી અનંત ભવના દીર્ઘકાળ સુધી દુઃખ વેઠવું પડશે. નિરંતર દુઃખ, દારિત્ર્ય, દુર્ગતિ, અપયશ, સંતાપ અને ઉદ્વેગનું પાત્ર થવું પડશે.” - ઈત્યાદિ કેવળીનાં વચન સાંભળી બીજી બધી સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપી પાપથી છુટકારો મેળવ્યો.
માટે હે ગૌતમ! જે ભાષા સમિતિથી શુદ્ધ વાક્ય બોલે છે તે કેવળજ્ઞાન પામે છે ને જે ભાષા સમિતિ નથી જાળવતા ને વિના વિચાર્યું બોલે છે તે આચાર અને કદીક શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ રજા સાધ્વીની જેમ દુગર્તિઓમાં અનેક પ્રકારની વિડંબના અને દુઃખ પામે છે. માટે ભાષા સમિતિમાં ઉપયોગવંત થવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org