________________
[૪૧]
કેશરી ચોર
શ્રીપુરનગરમાં પા નામના એક શ્રેષ્ઠીને કેશરી નામે એક પુત્ર હતો. કેસરીના મિત્રો ઘણા હતા પણ એક પણ મિત્ર સંસ્કારી ન હતો. કોઈ લબાડ, કોઈ લુચ્ચો, તો કોઈ તદન અધર્મી. આવા મિત્રોને લીધે ધર્મના સંસ્કાર ક્યાંથી જળવાય? કેશરીને જન્મ મળેલા ધાર્મિક સંસ્કાર આથી લુપ્ત થઈ ગયા અને તે ખરાબ મિત્રોના વાદે બગડી ગયો. ચોરીની તેને ટેવ પડી ગઈ. નાનીમોટી ચોરી તે કરવા લાગ્યો. કેશરીના આવા અપકૃત્યની ફરિયાદ રાજા સમક્ષ આવી. રાજાએ કેશરીને પકડી મંગાવ્યો. નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીનું સંતાન સમજી તેને શિખામણ આપીને છોડી મૂક્યો. - કેશરીને આની કોઈ અસર થઈ નહીં. તે ચોરીને ભૂલ્યો નહીં. રાજ્યમાં તેનો ઉપદ્રવ વધતો ગયો. રાજાએ તેના પિતાનો સંપર્ક સાધ્યો અને તેમની સંમતિથી કેશરીને દેશનિકાલ કર્યો.
માણસને જ્યારે કોઈ પાપની ટેવ પડી જાય છે ત્યારે તેને કોઈ શિક્ષા અસર કરતી નથી. કેશરીને ચોરીનું વ્યસન થઈ ગયું હતું. આથી દેશનિકાલ થવા છતાંય તે રસ્તે ચાલતાં માત્ર એક જ વિચાર કરતો રહેતો કે આજે રાતના હું કોને ત્યાં ચોરી કરીશ.
ચાલતાં ચાલતાં તે નગર બહાર એક સરોવર પાસે આવ્યો. સરોવર પાસે એક વૃક્ષ હતું. એ વૃક્ષ ઉપર તે ચડ્યો અને કોના ઘરે ચોરી થઈ શકે એનું નિરીક્ષણ કરવા લાગ્યો. તેની નજર ચારે દિશામાં ફરી રહી હતી. તેવામાં તેણે એક સિદ્ધ પુરુષને આકાશમાંથી ધરતી ઉપર ઊતરતો જોયો. કેશરીએ તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. સિદ્ધ પુરુષે સરોવર પાસે ઊતરીને પોતાની પાદુકા વગેરે કાઢી અને તે સરોવરમાં સ્નાન કરવા ઊતર્યો.
કેશરીએ આ તક ઝડપી લીધી. વૃક્ષ ઉપરથી તે ઝટપટ ઊતર્યો અને દોડીને સિદ્ધ પુરુષની પાદુકા પહેરી લીધી અને આકાશમાં ઊડી ગયો.
પાદુકા મળતાં કેશરીના આનંદનો પાર ન રહ્યો. હવે પકડાવાનો ડર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org