________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૦
ન હતો. ચોરી કરવી ને ઊડી જવું. બસ, મજા જ મજા! અને કેશરીએ પોતાના નગરમાં ફરી ચોરીઓ શરૂ કરી દીધી. રાજાના અંતઃપુર સુધી જવાની પણ તેણે ધૃષ્ટતા કરી.
ચોરના આ ઉપદ્રવથી રાજાની ચિંતાનો પાર ન રહ્યો. ચોરને પકડી પાડવા તેણે કમર કસી અને ઉઘાડી તલવાર લઈ તે ચોરની શોધ કરવા લાગ્યો. ચોરની શોધમાં એક દિવસ તે જંગલમાં ગયો. જંગલમાં તેણે દિવ્ય પૂજા-કરેલો ચંડિકાનો એક પ્રાસાદ જોયો. રાજાએ ગણતરી મૂકી કે ચોર જરૂર અહીં આવવો જોઈએ. આથી પ્રાસાદના પ્રવેશદ્વારની પાછળ નાગી તલવાર લઈને તે સંતાઈ ગયો.
થોડી વાર થઈ હશે ત્યાં કેશરી ચોર એ પ્રાસાદમાં આવી પહોંચ્યો. પાદુકાને બહાર ઉતારી દેવીને પ્રણામ કરીને બોલ્યો : “હે દેવી! આજે જો મને ખૂબ ધન મળશે તો હું વિશેષ પ્રકારે તારી પૂજા કરીશ.” આમ કહી બહાર નીકળી જ્યાં પોતાની પાદુકા પહેરવા જાય છે ત્યાં જ રાજાએ પ્રક્ટ થઈ એક પાદુકા ખેંચી લીધી.
કેશરી માટે હવે ઊડવું અશક્ય બન્યું. આથી મુઠ્ઠી વાળીને તે ભાગ્યો. રાજાએ પણ એનો શ્વાસભેર પીછો પકડ્યો. પણ દોડતો દોડતો કેશરી એક બાજના રસ્તે વળી ગયો પણ રાજા આગળ ને આગળ દોડતો રહ્યો. ચોર, હાથથી જતો રહ્યો તેની ચિંતા કરતો રહ્યો. તેણે આજુબાજુ બધે પોતાની શોધ ચાલુ રાખી. - કેશરી દોડતો દોડતો વિચારે છે કે “આજે મારું આવી બન્યું. મારું પાપ ફૂટી નીકળ્યું. હવે કેમ બચાય? ત્યાં તેણે એક મુનિને જોયા. મુનિને વંદન કરીને પૂછ્યું, “મુનિરાજ! મેં ભયંકર પાપો કર્યા છે. અસંખ્ય ચોરીઓ કરી છે મારાં ભવપર્વતનાં પાપને શી રીતે ખમાવવાં?”
મુનિએ કહ્યું : “કોઈ એક માણસ સો વરસ સુધી એક પગ ઉપર ઊભો રહીને તપ કરે તો પણ તેનું તે તપ ધ્યાનયોગ(સામાયિક)ના સોળમાં ભાગની તોલે પણ આવે નહીં.” પછી તેમણે કેશરીને સામાયિકનું સ્વરૂપ તથા તેના ફળની ટૂંકમાં સમજ આપી.
કેશરીએ તરત જ સામાયિક લઈ લીધું, અને પોતે કરેલાં આજ પર્યંતનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org