________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૮
પાપનો ખરા અંતઃકરણથી પસ્તાવો કરવા લાગ્યો. આ કરેલા પાપો માટે તેણે પોતાની આત્મનિંદા કરી : “ખરેખર મને ધિક્કાર છે. મેં ન જાણે નાસ્તિક બુદ્ધિથી કેટકેટલાં પાપો કર્યા છે. કેશરી ચોર આમ સામાયિકમાં શુભ ધ્યાન ધરવા લાગ્યો. અને ક્રમશઃ ક્ષપક શ્રેણી પર ચઢતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ કેવળીનો ઉત્સવ ઊજવ્યો. તેમણે કેશરીને રજોહરણાદિ ઉપકરણો આપ્યાં.
શોધતો શોધતો રાજા છેવટે અહીં આવી પહોંચ્યો. ક્યાં છે ચોર? પણ તેણે જોયું કે કેશરી તો ધર્મધ્યાનમાં મશગુલ છે. આ જોઈ તે આશ્ચર્ય પામ્યો અને અનિમેષ નજરે તેને જોઈ રહ્યો. આ જોઈ જ્ઞાની મુનિરાજે તેને કહ્યું : “રાજન! તને એમ પ્રશ્ન થાય છે ને કે એક ચોરને કેવળજ્ઞાન કેવી રીતે થયું? તો રાજન! એનું સમાધાન કરતા તેને કહેવાનું કે આ કેવળજ્ઞાનની ઉપલિબ્ધ તેણે કરેલ સામાયિકને આભારી છે, સામાયિકના ફળસ્વરૂપે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. કહ્યું છે કે : –
કરોડો જન્મ સુધી ઉગ્ર તપસ્યા કરવા છતાં જેટલાં કર્મનો નાશ થાય નહિ તેટલાં કર્મનો નાશ સમતા ભાવે સામાયિક કરનાર માત્ર અર્ધી ક્ષણમાં કરી શકે છે.” કેવળી કેશર મુનિનો આવો ઉપદેશ સાંભળી રાજાએ પ્રતિદિન સાત-આઠ સામાયિક કરવાનો અભિગ્રહ કર્યો. અનુક્રમે કેશરી મુનિ મુક્તિને પામ્યા.
આમ ચારમાંથી મુનિ અને કેવળજ્ઞાની બનેલા કેશરી ચોરની પ્રેરક કથા જાણી-સમજીને ઉત્તમ અને ઉત્કૃષ્ટ ફળ આપનાર સામાયિકનું વિધિપૂર્વક શુભ અને શુદ્ધ ભાવથી આરાધન કરવા દરેકે દઢ પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ.
સકલ કરમવારી મોક્ષમાર્ગાધિકારી, ત્રિભુવન ઉપકારી, કેવલજ્ઞાનધારી; ભવિજન નિત્ય સેવ, દેવ એ ભક્તિભાવે; એહિજન જિન ભજંતા, સર્વ સંપત્તિ આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org