________________
જૈન શાસનના ચમકતા સિતારા
૫
એમની આ વાતની સજ્જડ અસર થઈ અને તેમની સાથે એક હજાર શેઠિયાઓ અને શ્રેષ્ઠ પુત્રોએ દીક્ષા લીધી, અને બાર વર્ષ સુધી ચારિત્ર પાળી, દ્વાદશાંગીના જ્ઞાતા થઈ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ દેવલોકમાં સૌધર્મ નામના ઇદ્ર થયા. ઐરિક પણ ઘણું ઘોર પણ મિથ્યાત્વ તપ કરી પોતે તે જ સૌધર્મ દેવલોકમાં ઈન્દ્રનું વાહન ઐરાવત હાથી થયો. નવા ઉત્પન્ન થયેલા તે દિવ્ય હાથીએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે તે કાર્તિક શેઠ જ અવસાન પામી ઈન્દ્ર થયેલ છે. તેથી તેણે ઈન્દ્રને સવારી ન કરવા દેવા ઘણાં તોફાનો કર્યા અને ભાગવા લાગ્યો. પણ ઈન્દ્ર પોતાના સામર્થ્યથી તેને પકડ્યો. ઈન્દ્રને હરાવવા પોતાની દૈવી શક્તિથી હાથીઓ બે રૂપ કર્યા. ઇન્દ્ર પણ બેરૂપ કર્યા હાથીએ ચાર તો ઈન્દ્ર પણ ચાર રૂપ કર્યા એમ બન્ને પોતાનાં રૂપ વધારતા ગયા. આ તમાશાથી ઇન્દ્ર થોડી વાર તો વિચારમાં પડી ગયા પણ પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે આ તો ઐરિક તાપસનો જીવ છે. એટલે મૂળ હાથી ઉપર ચડી ગર્જના કરતાં કહ્યું -
રે ઐરિક! જરાક તો સમજ. સમજણ વગરનાં આટલા તપ-અનુષ્ઠાન નિષ્ફળ ગયાં. હવે અહીં તારું શું ચાલે એમ છે?”
છેવટે ઈન્દ્રના પ્રતાપને નહીં સહી શકતાં તેના વચન સાંભળી નમ્ર બન્યો અને તેમના કહ્યા પ્રમાણે વર્તવા લાગ્યો. ઈન્દ્ર બનેલા કાર્તિક શેઠનો જીવ એક અવતાર કરી મોક્ષે જશે.
આ વાર્તામાં કાર્તિક શેઠે રાજ આજ્ઞાથી પોતાના લીધેલ વ્રતને તથા સમ્યકત્વને બાધા પહોંચતી હોવા છતાં રાજ આજ્ઞા પ્રમાણે અનિચ્છાએ વર્યા. આ અંગે જાણવું જરૂરી છે કે જિનેશ્વર દેવોએ સમ્યકત્વના વિષયમાં અપવાદ માર્ગે છ આગારો બતાવ્યા છે.
(૧) રાજાની આજ્ઞાએ (૨) માતા-પિતાની આજ્ઞાએ (૩) આજીવિકાના કારણે કોઈ ગણસમૂહ કે પંચ આદિના આગ્રહથી (૪) કોઈદેવતાના દબાણથી (૫) કોઈ બળવાનની બળજોરીથી (૬) ગુરુની આજ્ઞાથી. એમ છ પ્રકારે થનારી આપવાદિક પ્રવૃત્તિની છૂટ રાખવામાં આવે છે. અર્થાત્ સમ્યકત્વની સ્વીકૃતિ વખતે આ છ આગારો મોકળા રખાય છે. આગારના હિસાબે અહીં કોઈ નિયમનો ભંગ થયેલો ગણાય નહીં.
૧. ગણઘર ભગવંતો એ પ્રભુ મુખે દેશના સાંભળીને બનાવેલ ૧૨ આગમો. ૨. સાચી દૃષ્ટિ, સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની અવિચલ રુચિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org