________________
[૫૦]
હસ રાજા
રાજપુરના મહારાજા હંસ એક વાર ઉપવનમાં ગયા. ત્યાં એક પરમ માં રાજ શાંત, ઓજસ્વી ને પ્રભાવશાળી મુનિરાજને જોઈ ખૂબ જ આનંદિત થયા ને તે તેમની પાસે આવી કરબદ્ધ અંજલિ જોડીને બેઠા. મુનિએ તેને યોગ્ય જાણી ધર્મોપદેશ દેતાં કહ્યું, “યશનું મૂળ સત્ય છે. સત્ય વિશ્વાસનું પરમ કારણ છે. સત્ય જ સ્વર્ગનું દ્વાર છે અને સત્ય જ મોક્ષનું પગથિયું છે. જેઓ અહીં અસત્ય બોલે છે તેઓ પરલોકમાં પણ કુરૂપ મોઢાવાળા, દુગંધભર્યા શ્વાસોચ્છવાસવાળા, સાંભળવા ન ગમે તેવા સ્વરવાળા, અનિષ્ટ-હલકી ભાષા ને કઠોર શબ્દો બોલનારા અથવા બોબડા-મૂંગા થાય છે.” ઈત્યાદિ ઉપદેશ સાંભળી હંસ રાજાએ ખોટું નહીં બોલવાનું વ્રત લીધું. ઘણા જ રાજી થતા રાજા મહેલમાં આવ્યા અને વ્રતના પાલનમાં સાવધાન થયા.
એક વાર કુટુંબ પરિવાર સાથે તેઓ રત્નશિખર નામના પર્વત પર ચૈત્રી મહોત્સવે શ્રી ઋષભસ્વામીને પૂજવા-દર્શન કરવા ઊપડ્યા. અર્ધ ગયા હશે ત્યાં ઉતાવળે આવેલા સેવકે કહ્યું, “સ્વામી! તમે જેવા યાત્રાએ નીકળ્યા કે તરત જ સીમાડાના રાજાએ નગર પર આક્રમણ કરી સ્વાધીન કર્યું છે. અમારે શું કરવું? યોગ્ય આજ્ઞા આપો.” સાથે રહેલા આરક્ષકોએ પણ કહ્યું કે “આપણે તરત પાછા ફરવું જોઈએ.” રાજાએ ધીરતાથી ઉત્તર આપતાં કહ્યું, “પૂર્વના સારા-માઠાં કર્મના પરિણામે સંપત્તિ અને વિપત્તિ તો આવ્યા જ કરે. સંપત્તિમાં હર્ષ કે વિપત્તિમાં વિષાદ કરવો એ નરી મૂઢતા છે. આવી પડેલી વિપત્તિમાં પરમાત્માની ભક્તિ છોડી જેઓ ચિંતાનો આશરો લે છે તેમને હજી આત્મિક શક્તિનો ખ્યાલ નથી. મહાભાગ્યથી મળેલ શ્રીજિનેન્દ્રયાત્રા-મહોત્સવ છોડી, ભાગ્યથી પણ કોઈકને મળતા રાજ્ય માટે દોડવું ઉચિત નથી.”
આગમોમાં કહ્યું છે કે, “જેની પાસે સમ્યક્તરૂપી મહામોંઘું ધન છે તે કદાચ ધન વિનાનો હોય તો પણ સાચો ધનાઢય છે. ધન તો એક ભવમાં કદાચ ૧. સાચી દષ્ટિ, સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે અવિચલ રૂચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org