________________
જૈન શાસનના ચમકતા સિતાસ ૦ ૧૦૪
સુખ આપનાર થાય, પણ સમ્યક્તી તો ભવોભવે અનંત સુખવાળા થાય છે.'
આ પ્રમાણે તેઓ પાછા વળવાને બદલે વિપત્તિમાં જિનવચન પર વિશ્વાસ કરી આગળ ચાલ્યા.
પણ તેમના સાથવાળા બધા પોતાના ઘરની સાર-સંભાળ લેવા રાજાનો સાથ છોડી પાછા ફર્યા. રાજાની સાથે માત્ર તેનો છત્રધર રહ્યો. રાજાએ પોતાનાં આભૂષણ સંતાડી દીધાં ને છત્રધરનાં સાદાં કપડાં પહેરી ચાલવા માંડયું. આગળ ચાલતાં એક મૃગલું શીધ્ર દોડતું વેલડીના ઝુંડમાં સંતાઈ ગયું. ત્યાં એક ધનુર્ધારી ભીલે આવી રાજાને પૂછ્યું કે “અહીંથી નાસીને હરણ કઈ બાજુ ગયું?” સાંભળી રાજા વિચારે છે કે “પ્રાણીનું અહિત કરનારી સત્યભાષા પણ અસત્ય છે, માટે કહેવાય તો નહીં જ. આવી સ્થિતિમાં બુદ્ધિથી કામ લેવું જોઈએ.” એમ વિચારી રાજાએ કહ્યું, “ભાઈ, હું માર્ગ ભૂલેલો પથિક છું. ભલે કહ્યું, “હું તને નહીં મૃગલું પૂછું છું.” રાજા બોલ્યો, “એ હું તો હંસ છું હંસ.” આમ વારંવાર પૂછીને કંટાળી ગયેલ ભીલે કહ્યું, “ઓ ઓછી ઇન્દ્રિયવાળા! ભળતો ઉત્તર શા માટે આપે છે?” રાજાએ કહ્યું, “તમે મને જે રસ્તો બતાવશો તે રસ્તે ચાલ્યો જઈશ.'
આ અસંબદ્ધ વચનો સાંભળી તેને ગાંડો જાણી ભીલે ચાલતી પકડી. હરણ બચી ગયું. રાજા આગળ ચાલ્યા. માર્ગમાં સાધુ મહારાજ મળતાં તેમને વંદન કરી આગળ વધ્યા. ત્યાં શસ્ત્રસજ્જ બે ભીલ મળ્યા. તેમણે રાજાને પૂછ્યું, વટેમાર્ગુ! અમારા સરદાર ચોરી કરવા જતા હતા ત્યાં એક સાધુ સામે મળતાં, અપશુકન જાણી તેઓ પાછા વળ્યા ને અમને તે સાધુને મારવા મોકલ્યા છે. આટલામાં ક્યાંક ગયો લાગે છે. તેને જોવામાં આવ્યો?” રાજાએ વિચાર્યું, આમને સાવ ઊંધો રસ્તો બતાવવામાં આવે તો જ સાધુ બચે. આવા ટાણે તો અસત્ય એ જ સત્ય છે. તેમણે ચોરોને કહ્યું, “હા, તે સાધુ ડાબા હાથ તરફના રસ્તે જાય છે. પણ તમને તે કેવી રીતે મળી શકે? તેઓ તો વાયુની જેમ ગમે
ત્યાં વિચરનારા પ્રતિબંધ વિનાના હોય છે.” ઈત્યાદિ વાતોમાં રોકી રાખ્યા ને અંતે તે બધા પાછા જ વળી ગયા.
રાજા મહાકષ્ટ આગળ ચાલ્યા. પાંદડાં આદિ ખાઈને નિર્વાહ કર્યો. એક રાત્રે સૂવાની તૈયારી કરતા હતા ત્યાં સમીપમાં થતી વાતો સંભળાવવા લાગી.
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org