________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦૦ કર્યો છે, શ્રવણ કર્યું છે અને બીજાં ઘણાંને શીખવ્યું પણ છે, તેમ જ તેનું અનુમોદન પણ કર્યું છે. તોપણ ખરે વખતે હું તે આચરી ન શક્યો. મને એનું સ્મરણ જ ન થયું. શાસ્ત્રમાં કહ્યું છે કે, “ધ્યાનના ઉપયોગ વિના માત્ર કાયક્લેશરૂપ વીશ સ્થાનક વગેરે તપ અભવ્ય પ્રાણીઓને પણ દુર્લભ નથી, અર્થાત્ ઘણાં પ્રાણીઓ પણ તેવું તપ કરે છે પણ તપ કરતાં જે ઇન્દ્રિયોનો જય કરે છે, જે આત્મવીર્યના સામર્થ્ય વડે પરીષહ અને ઉપસર્ગો સહન કરી શકે છે અને જેના ક્રોધાદિક કષાયો શાંત થયેલા છે એવા તપસ્વીની તુલના કરી શકાય એવું ત્રિભુવનમાં કોઈ નથી. હે દેવી! આ પ્રમાણે અનેક પ્રકારના ધ્યાનશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને મેં અયોગ્ય કર્યું, તે ઠીક કર્યું નહીં.”
પછી તે દેવી ભક્તિપૂર્વક નમન કરીને પોતાના સ્થાને ગઈ.
ત્યાર પછી તે મુનિ નિરંતર નિશ્ચલ ચિત્તથી ધ્યાન કરવા લાગ્યા. દેવાદિકે કરેલા ઉપસર્ગોમાં પણ પ્રથમની જેમ ચલાયમાન થયા નહીં. મેરુની જેમ નિશ્ચલ ધ્યાન ધ્યાયીને અંતે સ્વર્ગે ગયા.
ગિરૂઆરે ગુણ તુમ તણા ગિરૂઆરે ગુણ તુમ તણા, શ્રીવર્તમાન જિનરાયારે; સુણતાં શ્રવણે અમીઝરે, મારી નિર્મલ થાયે કાયારે. શિ૦ ૧ તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મલ થાઉરે; અવર ન ધંધો આદરૂં, નિશ દિન તોરા ગુણ ગાઉરે. ગિ. ૨ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસેરે. જે માલતી ફુલે મોહીયા, તે બાઉલ જઈ નહિ બેસેરે. ૦િ ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્ય ને વળી માચ્યા રે, તે કેમ પરસુર આદરૂં, જે પરનારી વશ રાચ્યારે. ગિo ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારાં રે, વાચક યશ કહે માહરે, તું જીવન આધારોરેગિ૫
૧. ભૂખ, તરસ, ટાઢ, તડકો આદી વિપત્તિ. ૨. રોગ, માંદગી, આફત, ઇજા તથા દેવ અને મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org