________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૬
ચાંપાનેરના મહાજનોએ પોતાની દાનવીરતાનો પરિચય આપીને, આઠ માસ સુધી ચાલે તેટલું અનાજ ભેગું કરી લીધું. બાકીના ચાર માસ માટેની જોગવાઈ કરવા માટે તેમનું એક પ્રતિનિધિમંડળ અમદાવાદ, પાટણ તરફ રવાના થયું. પ્રત્યેક સ્થળે શાહોનો ખૂબ સારો સત્કાર થયો. ત્યાંથી વળતાં સૌરાષ્ટ્ર તરફ જતાં હડાળા ગામે આવી પહોંચ્યું, ખેમાશાહ ત્યાં વસવાટ
કરતા હતા.
ખેમાશાહે સાધર્મિકોનું ભક્તિપૂર્ણ શાનદાર સ્વાગત કર્યું. બધા સારી રીતે જમીને બેઠા એટલે ખેમાશાહે પ્રતિનિધિમંડળની આ દોડધામ માટેનું પ્રયોજન જાણવા માગ્યું.
ત્યાં સુધી પ્રતિનિધિમંડળ વિમાસણમાં હતું કે, ખેમાશાહને સાચું કારણ કહેવું કે કેમ? તે લોકોને એમ કે, ખેમાશાહ સાવ સાધારણ સ્થિતિના લાગે છે. તેમને કહીને શા માટે શરમાવવા?
પણ ખેમાશાહ જેમનું નામ! તે એમ કાંઈ છોડે? તેમણે ખૂબ આગ્રહ કર્યો, એટલે પ્રતિનિધિમંડળે આખી વાત સમજાવી. આ પ્રસંગે ખેમાશાહના વૃદ્ધ પિતા દેદરાણી પણ આ સાંભળતા હતા. તેમણે ખેમાશાહને બાજુ ઉપર લઈ જઈ કહ્યું, ‘બેટા! સંપત્તિનો સદુપયોગ કરવાની સોનેરી તક સાંપડી છે. ગુજરાતની જનતાને રાહત આપવાની અને દાનધર્મ આચરવાની આ તક જવા ન દેતો.' ખેમાએ કહ્યું : ‘પિતાશ્રી! આપની આજ્ઞા મારે શિરો માન્ય છે.’
ખેમાશાહ પ્રતિનિધિમંડળ પાસે આવ્યો. તેણે દાતાઓની ટીપ જોવા માગી. મંડળના આગેવાને દાતાઓની ટીપ તેમના હાથમાં આપી કે તરત જ તેઓ બોલ્યા : ‘બારે માસ જનતાને અનાજ પૂરું પાડવા માટે તથા પશુઓને પૂરતો ચારો મળી રહે એ માટે જોઈએ તેટલું હું એકલો આપીશ.' બધા પાસે હાથ લંબાવવાની જરૂર નથી. આ કામ માટે તમારે હવે આગળ જવાની જરૂર નથી. આપ નિશ્ચિંત બનો અને આરામ કરો.'
આ શબ્દો સાંભળીને પ્રતિનિધિમંડળ તો નવાઈના સાગરમાં ગરકાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org