________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૯
પરંતુ સિંહ૨થે જવાનો માર્ગ ન આપ્યો. તે વજકર્ણને મારવાની પેરવીમાં પડ્યો હતો. આથી આ ઉપનગર નિર્જન, ઉજ્જડ દેખાય છે. વસ્તી શહેરમાં ચાલી ગઈ છે.
આ સાંભળી શ્રીરામચન્દ્ર લક્ષ્મણ સાથે સિંહરથ રાજાને મળ્યા. સમજાવવાથી તે ન માન્યો, એટલે તેને જીતી વર્ણ સાથે સંધિ કરાવી. આ રીતે વજ્રકર્ણે નિયમને બરાબર પાળ્યો. તેઓ એકાવતારી દેવ થઈ, ત્યાંથી આવી, મનુષ્ય થઈ મુક્તિએ જશે.
આ વજ્રર્ણ રાજાની અડગતાની કથા ઉપદેશે છે કે સાંભળી ભાવુક શ્રાવકોએ નિયમ લીધા પછી ગમે તેટલી આપત્તિ આવે તોપણ નિયમ ભાંગવો જોઈએ નહિ.
જનારૂં જાય છે
જનારૂં જાય છે જીવન, જરા જિનવરને જપતો જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણા પાપ ધોતો જા. જનારૂં ૧ બનેલો પાપથી ભારે, વળી પાપો કરે શીદને; સળગતી હોળી હૈયાની, અરે જાલિમ બુઝાતો જા. જનારૂં ૨
દયા સાગર પ્રભુ પારસ, ઊછાળે જ્ઞાનની છોળો; ઉતારી વાસના વસ્ત્રો, અરે પામર તું નહાતો જા. જનારૂં ૩
જિગરમાં ડંખતાં દુ:ખો, થયા પાપો પિછાણીને; જિણંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતો જા. જના ૪
અરે આતમ બની શાણો, બતાવી શાણપણ તારું, હઠાવી જુદી જગ માયા, ચેતન જ્યોતિ જગાતો જા. જનારૂં ૫
ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલ કરમાશે; અખંડ આતમ કમલ લબ્ધિ, તણી લય દિલ લગાતો જા. જનારૂં ૬
૧. એક જ અવતાર બાકી દેવો સીધા મોક્ષ નથી જઈ શકતા તેમણે મોક્ષ જવા મનુષ્ય અવતાર લેવો પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org