________________
[૮]
સમરાદિત્ય કેવળી
અગ્નિશર્મા અને ગુણસેન. નવ નવ ભવ સુધી બંને વચ્ચે વેર રહે છે. અગ્નિશર્માનું વેરી માનસ પોતાના નવ ભવોમાં ગુણસેન સાથે વેર રાખે છે. નવ ભવોની વાત વિસ્તારથી તો અહીં નથી આલેખાઈ શકી. ખરેખર બોધદાયક
આ કથા ‘સમરાદિત્ય મહાકથા' નામે ઘણી જાણીતી છે. અત્રે નવે ભવો ટૂંકાણમાં અત્રે લખ્યા છે.
પહેલા ભવમાં અગ્નિશર્મા એક તાપસ છે. સામે ગુણસેન એક યુવાન રાજા છે. તાપસ તપોવનમાં ઘોર તપશ્ચર્યા કરે છે. નાનપણમાં બન્ને સાથે રમ્યા છે. પણ હજારો વર્ષ પછી આ બાળપણના સાથીદારને ગુણસેન ભૂલી ગયો છે. એક વખત વસંતપુરના બાહ્ય તપોવનમાં બન્નેનું મિલન થયું. માસખમણનું પારણું કરવા માટે ગુણસેને અગ્નિશર્માને પોતાના મહેલે જમવા આવવા આમંત્રણ આપ્યું હતું, પણ આવું આમંત્રણ આપ્યા બાદ અગ્નિશર્મા મહેલને આંગણે આવ્યા છતા એક યા બીજા કારણે રાજા તેમને ત્રણ-ત્રણ વખત પારણું કરાવી ન શક્યો. આથી અગ્નિશર્મા ગુણસેન ઉપર ભયંકર દ્વેષી થયો. ક્રોધમાં ને ક્રોધમાં તેણે નિર્ણય કર્યો! રે દુષ્ટ! તારા પાપથી ભલેને આ જન્મમાં ભૂખ્યો મરી જાઉં, પરંતુ આવનાર જન્મોમાં હું તને મારી તપશ્ચર્યાના પ્રભાવથી ત્રાસદુઃખ આપીને મારતો રહીશ.” દેખીતી રીતે જ અગ્નિશર્માને રાજા પ્રત્યે કોઈ પ્રેમ-સ્નેહ રહ્યો ન હતો. પરંતુ રાજા ગુણસેનનો અગ્નિશર્મા પ્રત્યે સ્નેહ હતો. અગ્નિશર્મા મરીને તપના કારણે વિદ્યુતકુમાર દેવ બન્યો. તેણે ધ્યાનસ્થ ગુણસેન ઉપર આગ જેવી તપેલી ધૂળ વરસાવી. રાજર્ષિનો દેહ બળી ગયો પણ પોતે જરા પણ ગુસ્સો ન કર્યો. આખરે પોતે સમભાવથી મૃત્યુને ભેટ્યા.
ગુણસેન બીજા ભવમાં રાજા સિંહ બને છે અને અગ્નિશર્મા બને છે રાજકુમાર આનંદ. બન્ને પિતા-પુત્ર બને છે. પિતાને પુત્ર ઉપર સ્નેહ હોય છે, જ્યારે પુત્રને પિતા ઉપર દ્વેષ થાય છે. ઘોર શત્રુતા તેના દિલમાં ઊભી થાય છે. તે પિતા સામે વિદ્રોહ કરે છે, પિતાને કારાગારમાં નાખી દે છે અને છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org